ધાનેરા: ગ્રામજનોના બે કલાકના રેસ્ક્યુ બાદ લાકડા ભરેલા ટ્રેક્ટર નીચે આવેલ યુવકને બહાર કઠાયો

બનાસકાંઠા જિલ્લામાં સોથી વધારે લીલા લાકડાનો ગોરખધંધો ધાનેરા તાલુકામાં પુર જોસમા ચાલી રહ્યો છે. જયારે આજે લીલાલકડા ભરીને જતા યુવકને જ અકસ્માત નડ્યો હતો અને ટ્રેક્ટરની ટ્રોલીના ટાયરનું પંચર કરવા જતાં યુવક પર આખું ટ્રેક્ટરની ટ્રોલી આવી ગઈ હતી. જો કે આસપાસના લોકોએ 2 કલાકના રેસ્ક્યુ બાદ આ યુવકને હેમ ખેમ બહાર કાઠી સારવાર અપાઈ હતી.
 
ધાનેરા તાલુકાના ખાગણ ગામથી લાકડા ભરેલું ટ્રેક્ટર લઈ રાજસ્થાનના યુવકો ધાનેરાની શોમિલો તરફ ગત રોજ આવી રહ્યા હતા. જો કે લાકડાનો જથ્થો વધુ હોવાથી આલવાડા ગામથી રાજોડા ગામ વચ્ચે આ ટ્રેક્ટરની ટ્રોલીના ટાયરમા પંચર થયું હતું. જેથી આજે બફોરે ટ્રેક્ટર ચાલક તેમજ સાથેના શ્રમિકે ટાયર બદલવા માટે ઝેક લગાવ્યો હતો અને બીજી તરફ યુવક ટાયર બદલવા માટે કામ કરી રહ્યો હતો અને એ સમય દરમિયાન ઝેકનું સંતુલન બગડતા લાકડા ભરેલી ટ્રોલી પલટાઈ હતી અને યુવક ભાગે એ પહેલાં તેના અડધા શરીર પર લાકડા ની ટ્રોલી પડી ગઈ હતી. અવાજ આવતા આસપાસના લોકો ખેડૂતો મોટા પ્રમાણમાં આવી ગયા ગતા. અને યુવકને બહાર કાઠવા માટે રેસ્ક્યુ હાથ ધર્યું હતું. જે સમય દરમિયાન 108ને કોલ કરાયો 108ના આવી ગયા બાદ 100 નંબર ડાયલ કર્યો નંબર કોઈએ ના ઉપાડ્યો ત્યાર બાદ જાતે ગ્રામજનો અને ખેડૂતો એ રેસ્ક્યુ હાથ ધાર્યું હતું. આ રીતે મુશ્કેલમા પણ તંત્રની કોઈ મદદના મળતા સ્થાનિક લોકો રોષે ભરાયા હતા.
 
ખેડૂતો દ્વારા ફસાયેલા યુવકની નીચેથી માટી ખોદી અને ટ્રેક્ટરની ટ્રોલીમાં ભરેલા લાકડા નીકળ્યા બાદ બે લોખંડની પાઇપ દવારા એક તરફથી લાકડાને ઊંચકી ગંભીરતા પૂર્વક યુવકને બહાર કાઠયો હતો અને ગ્રામજનોએ આ યુવકને દવાખાને લઈ જવાયો હતો. આટલી મોટી હોનારત થવા છતાં યુવકને નજીવી ઇજા થઇ હતી અને બહાર નીકળતા આ યુવકને નવું જીવન આપનાર ગ્રામજનોનો આભાર માન્યો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.