ઝેરડા ગામની દૂધ મંડળીના મંત્રીને લૂંટી લેવાનો પ્રયાસ થતાં ચકચાર

ડીસા : બનાસકાંઠામાં અગાઉ દૂધ મંડળીઓના મંત્રીઓને લૂંટી લેવાની સંખ્યાબંધ ઘટનાઓ બની ચુકી છે. આવી ઘટનાઓ નિવારવા પોલીસ તંત્ર દ્વારા દૂધ મંડળીઓના મંત્રીઓને સલામતી માટે જાગૃત રહેવાની સલાહ પણ અપાઈ હોવા છતાં મંત્રીઓ બેદરકારી દાખવતા હોઈ આવી ઘટનાઓ વધી રહી છે.આવી જ વધુ એક ઘટનામાં ડીસા તાલુકાના ઝેરડા ગામની દૂધ મંડળીના મંત્રીને લૂંટી લેવાનો પ્રયાસ થતા ચકચાર મચી છે.ઝેરડા ગામના જ શખ્સે ગામની દૂધ મંડળીના મંત્રી પાસેથી દૂધના પગારના ૭ લાખ ૭૮ હજાર રૂપિયાની રકમ ઝુંટવી લેવાના ઇરાદે મંત્રી સાથે ઝપાઝપી કરી થેલો ખેંચ્યો હતો. આ શખ્સની હરકત સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે. આ મામલે દૂધ મંડળીના મંત્રીએ ડીસા તાલુકા પોલીસ મથકમાં લેખિત ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ ઘટનાથી ડીસા તાલુકાની દૂધ મંડળીઓના મંત્રીઓમાં ભયનો માહોલ સર્જાઈ ગયો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.