એસબીઆઇએ દેશભરની 1300 શાખાઓના નામ અને આઇએફએસસી કોડ બદલ્યા: બેન્કિંગ સિસ્ટમમાં કર્યો ફેરફાર

નવી દિલ્હી :ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ)એ દેશભરમાં લગભગ 1300 શાખાઓના નામ અને આઈએફએસસી કોડમાં ફેરફાર કર્યો છે.બેંકે છ સહયોગી બેંક અને ભારતીય મહિલા બેંકના વિલય કર્યા બાદ મોટું પગલું ભર્યું છે બેંકે આ શાખાઓના નવા નામ અને નવા આઈએફએસસી કોડની યાદી જાહેર કરી છે. કુલ 1295 શાખાઓના નામમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે એસબીઆઈની છ સહયોગી બેંક અને ભારતીય મહિલા બેંકનુ તેમાં વિલીનિકરણ 1 એપ્રિલ 2017થી અસરકારક છે.બેંકે જે યાદી જાહેર કરી છે, તેમાં આ શાખાઓના જૂના નામ અને આઈએફએસસી કોડનો પણ ઉલ્લેખ કરાયો છે બેંક મુંબઈ, નવી દિલ્હી, બેંગલુરૂ, ચેન્નઈ, હૈદ્રાબાદ, કોલકત્તા અને લખનઉ જેવા શહેરોમાં સ્થિત શાખાઓના આઈએફએસસી કોડ બદલી નાખવામાં આવ્યા છે.   અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય સ્ટેટ બેંક દેશની સૌથી મોટી સરકારી બેંક છે. જેની દેશભરમાં 22,428 શાખાઓ છે. ભારતીય મહિલા બેંક અને એસબીઆઈની સહયોગી બેંકોના વિલીનીકરણ બાદ સ્ટેટ બેંકે 1805 શાખાઓમાં ઘટાડો કર્યો અને 244 વહીવટી કાર્યાલયોને પુન:નિર્ધારિત કર્યા છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.