આજથી મોદી કેર સ્કીમનો આજથી પ્રારંભ : કરોડો લોકોને મફત સારવાર મળશે

 
 
 
               દુનિયાની સૌથી મોટી હેલ્થકેર સ્કીમ કહેવાતી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની આવતીકાલથી રાંચથી શરૂઆત થનાર છે. ૩૦ રાજ્યો અને ૪૪૫ જિલ્લામાં એક સાથે શરૂ થઇ રહેલી આ યોજનાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોંચ કરવામાં આવનાર  છે. આ સ્કીમ શરૂ થવાની સાથે જ દેશની ૧૦૦૦૦ સરકારી અને ખાનગી હોÂસ્પટલમાં ગરીબો માટે ૨.૬૫ લાખ બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવનાર છે. આ ૧૦૦૦૦ હોÂસ્પટલમાં એવી હોÂસ્પટલ પણ સામેલ છે જે સરકારી પેનલમાં સામેલ છે. આ સ્કીમને લાગુ કરનાર સંસ્થા નેશનલ હેલ્થ એજન્સી દ્વારા સત્તાવાર લોન્ચિંગની તૈયારી યુદ્ધના ધોરણે કરવામાં આવી છે. મોદી રવિવારના દિવસે રાંચીમાં ગ્રીન સિગ્નલ દર્શાવીને આ યોજનાને સત્તાવાર રીતે શરૂ કરશે. નેશનલ હેલ્થ એજન્સીના અધિકારીઓના કહેવા મુજબ સ્કીમ હેઠળ ૯૮ ટકા લાભાર્થીઓની ઓળખ કરી લેવામાં આવી છે. તેમને લાભાર્થી પત્ર મોકલી દેવામાં આવ્યા છે. આ પત્રને હોÂસ્પટલમાં દર્દીની ઓળખના દસ્તાવેજ તરીકે ઉપયોગ કરવામાં આવનાર છે. આયુષ્માન ભારતના ડેપ્યુટી ચીફ એÂગ્ઝક્યુટિવ  ઓફિસર દનેશ અરોરાએ કહ્યુ છે કે છેલ્લા એક મહિનામાં ૨૬ રાજ્યોમાં ાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ કરવામાં આવ્યુ છે. આ પ્રોજેક્ટ ખુબ સફળ રહ્યો છે. હજુ સુધી ૧૦૦૦૦થી વધારે ગોલ્ડ કાર્ડ વિતરિત કરવામાં આવી છે. નેશનલ હેલ્થ એજન્સી દ્વારા ૧૪૦૦૦ આરોગ્ય મિત્રોને હોÂસ્પટલમાં તૈનાત કરવામાં આવ્યા છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.