ભાજપ અને કોંગ્રેસ બન્નેમાં નામ ચર્ચાતા પરથી ભટોળને હવે બેય હાથમાં લાડું

બનાસકાંઠા બેઠક ઉપર ઉમેદવારોના રાફડાને લઈ સમગ્ર રાજ્યનું ધ્યાન ખેંચાયું છે જેમાં ખાસ કરીને સોશ્યલ મીડીયામાં અવનવા નામોની અટકળો “ધુમ” મચાવી રહી છે ત્યારે બનાસડેરીની ચૂંટણીમાં પરાજય બાદ હાંસિયામાં ધકેલાઈ ગયેલા પરથીભાઈ ભટોળ પણ આ ચૂંટણીમાં ટીકીટ મેળવવા ‘એડી ચોટીનું જાર’ લગાવ્યું છે. જેમાં રાજકીય અÂસ્તત્વ ટકાવી રાખવા તેમણે ભાજપની સાથે સાથે કોંગ્રેસ સાથે પણ નીકટતા કેળવી ‘બેય હાથમાં લાડુ’ રાખ્યા હોવાનું લોક જુબાને ચર્ચાસ્પદ બનવા પામ્યું છે. જેને લઈ રાજ્યભરમાં આ મુદ્દે તરેહ તરેહની અટકળો વહેતી થતા મામલો ગરમાયો છે. 
દેશભરમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચુકી છે જેમાં ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થનાર છે. જેનું વિધિવત જાહેરનામું આગામી ર૮ મી માર્ચના રોજ પ્રસિધ્ધ થશે પરંતુ ચુંટણી જાહેર થવાની સાથે ઉત્તર ગુજરાતમાં ઉનાળાના આરંભે રાજકીય ગરમાવો છવાયો છે તેમાં પણ પી.એન.બી. કાંડમાં સંડોવણીના કારણે વર્તમાન સાંસદની ટીકીટ કપાતી હોવાની હવા ચોમેર પ્રસરી ઉઠતા બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર ચૂંટણી લડવા ઉમેદવારોએ રીતસરની લાઈનો લગાવી દીધી છે. 
ભાજપના ચૂંટણી નિરીક્ષકો સામે કુલ ૩૧ દાવેદારોએ ટીકીટની માંગણી કરતા ખુદ ભાજપનું ઉચ્ચ મોવડી મંડળ ચોંકી ઉઠ્યુ છે. જેને લઈ સમગ્ર રાજ્યની નજર બનાસકાંઠા બેઠક ઉપર મંડરાઈ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાની એશિયાની નંબર વન બનાસડેરીના વિકાસમાં મહત્વનું યોગદાન આપનાર દિગ્ગજ આગેવાન પરથીભાઈ ભટોળે યેનકેન પ્રકારે ટીકીટ મેળવવા ભારે મથામણ આદરી છે. આમેય પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી સામે બનાસડેરીમાં પરાજય બાદ તેઓ હાંસિયામાં ધકેલાઈ ગયા છે તેથી રાજકીય અÂસ્તત્વ ટકાવી રાખવા અને વર્ષોજુનું સાંસદ બનવાનું સ્વપ્ન પૂર્ણ કરવા તેમણે આ વખતે ટીકીટ મેળવવા દિલ્હી સુધી “લોબીંગ” શરૂ કરી દીધું છે. એટલું જ નહીં, આધારભૂત રાજકીય વિશ્લેષકોના જણાવ્યા મુજબ ભાજપનું ‘નાક’ દબાવવા તેમણે અંદરખાને કોંગ્રેસના આગેવાનો સાથે પણ હાથ મિલાવ્યા છે કારણ છેલ્લી ઘડીએ ભાજપ કદાચ ‘ફસકી’ પડે તો તેમનો ‘હાથ’ ઝાલવાની તેમણે આગોતરી તૈયારી કરી લીધી છે. મતલબ તેઓ ભાજપને સમાંતર કોંગ્રેસ સાથે પણ સંપર્કમાં હોવાનું બનાસવાસીઓમાં ચર્ચાના ચગડોળે ચડ્યું છે. આમેય પરથીભાઈ ભટોળ જિલ્લાના ખમતીઘર અને ધુરંધર આગેવાન છે. આજે પણ ડેરીના માધ્યમથી તેઓ જીલ્લાભરના તમામ સમાજના લોકો સાથે નાતો ધરાવે છે તેથી તેમની પ્રતિષ્ઠા કોઈ પક્ષને મોહતાજ નથી. વહીવટી કુશળતા, નિખાલસતા, સાદગી અને દુરદેશીતાના કારણે તેઓ ગમે તે પક્ષમાંથી જીતી શકે છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.