૨૦૧૯ ચૂંટણી સાર્વભૌમત્વની રક્ષા માટેનું એક યુદ્ધ : વાઘાણી

લોકસભાની ચૂંટણી આડે વધારે સમય રહ્યો નથી ત્યારે ભાજપે જારદાર તૈયારીઓ હાથ ધરી છે. આના ભાગરૂપે આજે કમલમ ખાતે પ્રદેશ ભાજપનો એકદિવસીય વર્કશોપ યોજાયો હતો. જેમાં તમામ ટોચના લોકો ઉપÂસ્થત રહ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં આનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય મહામંત્રી, પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી વી. સતિષ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપÂસ્થત રહ્યા હતા. લોકસભા ચૂંટણીના સંદર્ભમાં પ્રદેશસ્તરનો એક દિવસીય વર્કશોપ યોજાયો હતો. પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે આગામી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે આજની આ કાર્યશાળા યોજવામાં આવી છે. યુદ્ધ પહેલના શાંતિ સમયમાં જે પક્ષ સુવ્યવÂસ્થત આયોજન અને તૈયારી કરે તે પક્ષ યુદ્ધ આસાનીથી જીતી શકે છે. આ કાર્યશાળામાં ઉપÂસ્થત નવનિયુક્ત પ્રભારી ટીમે દરેક લોકસભામાં બુથ સુધીના કાર્યકર સાથે યોગ્ય સંકલન કરીને એક ઉત્તમ વ્યવસ્થા દ્વારા ચૂંટણી જીતવાની દિશામાં કાર્ય કરવાની વાત કરવામાં આવી હતી. વાઘાણીએ વધુમાં કહ્યું હતું કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી એક વૈચારિક લડાઈ છે. ચૂંટણી દેશના ગૌરવ તથા દેશના સાર્વભૌમત્વની રક્ષા માટેનું યુદ્ધ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.