અરવલ્લી જીલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં જળ સંકટના પગલે પ્રભારી સચિવ આર.એમ.જાદવ દોડી આવ્યા

અરવલ્લી જીલ્લાના જળાશયોમાં પર્યાપ્ત પાણીનો જથ્થો હોવા છતાં અંતરિયાળ વિસ્તારોમાં પાણીની સમસ્યા થી પ્રજાજનો પીડાઈ રહ્યા છે પીવાના પાણીના બેડાં માટે મહિલાઓએ બે થી ત્રણ કિલોમીટર માટે રઝળપાટ કરવો પડી રહ્યો છે જીલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પાણીની સમસ્યાને લઈ ઉચ્ચસ્તરીય બેઠકોનો ધમધમાટ તેજ થયો છે મોડાસા ખાતે જીલ્લા પ્રભારી સચિવ આર.એમ.જાદવ અધ્યક્ષ સ્થાને જીલ્લા કલેક્ટર કચેરી ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજી પાણીની સમસ્યા નિવારણ માટે આયોજન કરવામાં આવ્યું હતું.
 
અરવલ્લી જીલ્લાના ભિલોડા તેમજ મેઘરજ તાલુકાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ગંભીર બની છે ત્યારે સમસ્યાઓને હલ કરવા માટે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેઠકોનો દોર શરૂ થયો છે જિલ્લામાં પીવાના પાણી માટે જળાશયોમાં પૂરતો જથ્થો છે, તો પાણી કેમ નથી મળતું તેને લઇને હવે તંત્ર સજ્જ થયું છે, અને પીવાના પાણીની સમસ્યાઓને હલ  કરવા ઉચ્ચ સ્તરિય બેઠક યોજી રહ્યું છે..અરવલ્લીા જીલ્લા સેવાસદન ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં. પ્રભારી સચિવ આર.એમ.જાદવની અધ્યક્ષતામાં યોજાએલી બેઠકમાં જિલ્લા કલેક્ટર એમ.નાગરાજન, ડીડીઓ હર્ષિત ગોસાવી સહિત પાણી પુરવઠા, સિંચાઈ, તેમજ વાસ્મોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં પીવાના પાણીની સમસ્યાને લઇને ચર્ચા કરાઈ હતી, આ સાથે જ જે વિસ્તારોમાં પાણી નથી ત્યાં હેન્ડ પંપ તાત્કાલિક ધોરણે ચાલુ કરવા સહિતના નિર્દેશ કરાયા હતા આ સાથે જ પીવાના પાણીના આઠસો જેટલા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું જિલ્લામાં બંધ હેન્ડ પંપ ચાલુ કરવા દસ જેટલી ટીમ કામે લાગી હોવાનું પ્રભારી સચિવે જણાવ્યું હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.