લોકસભા ચૂંટણી : ર૦૧૪માં ‘મોદી મેજીક’વચ્ચે બનાસકાંઠા બેઠક ભાજપના ફાળે ગઈ હતી

 બનાસકાંઠા લોકસભા બેઠકમાં પ્રચાર અભિયાન પુરજાશમાં ચૂંટણીમાં ધણી સમાનતા નોંધાઈ છે જેમ કે ર૦૧૪ માં ભાજપ-કોંગ્રેસ સાથે બસપા અને સપાના તેમજ અપક્ષ મળી કુલ ૧૪ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો. આ વખતે પણ ભાજપ-કોંગ્રેસ સાથે બસપા અને ગરવી ગુજરાત પાર્ટી તેમજ અપક્ષ મળી કુલ ૧૪ ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે. ર૦૧૪ માં ભાજપ અને કોંગ્રેસના એક જ જાતિના ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો હતો. તેનું પુનરાવર્તન ર૦૧૯ માં પણ થઈ રહ્યું છે જા સિવાય ર૦૧૪ ની ચૂંટણીનું મતદાન ૩૦ એપ્રિલે થયું હતું. જયારે આ વખતે મતદાન માત્ર એક સપ્તાહ આગાઉ ર૩ મી એપ્રિલે થનાર છે ત્યારે ર૦૧૪ ની ચૂંટણીનું વિવરણ વાંચકોને ગમશે.
ર૦૧૪ ની ચૂંટણીમાં ભાજપે ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન જાહેર કર્યા હતા તેથી મોદી મેજીકા વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે ગુજરાતની તમામ ર૬ બેઠકો કબજે કરી ઈતિહાસ રચ્યો હતો. તેમાં બનાસકાંઠા બેઠકમાં તીવ્ર ગરમી વચ્ચે પણ પ૮.ર૯ ટકા મતદાન થયું હતું. જેમાં સૌથી વધુ દાંતા તાલુકામાં ૬૪.પ૧ ટકા જયારે સૌથી ઓછુ પ૪.૭૦ ટકા મતદાન વાવ તાલુકામાં થયું હતું. જેથી પરિણામને લઈ ઉત્સુકતા છવાઈ હતી. ત્યારે ૧૬ મેના રોજ હાથ ધરાયેલ મત ગણતરીમાં ભાજપે કોંગ્રેસના સૂપડા સાફ કરી નાખ્યા હતા.
બનાસકાંઠા બેઠકની વાત કરીએ તો ભાજપના હરીભાઈ ચૌધરીને પ,૦૭,૮પ૬ અને કોંગ્રેસના જાઈતાભાઈ પટેલને ૩,૦પ,પરર મત મળ્યા હતા. જેથી ભાજપનો ર,૦ર,૩૩૪ મતની જંગી સરસાઈથી વિજય હતો. જેમાં એક માત્ર દાંતા તાલુકામાં કોંગ્રેસની ૧૯,૮૩૬ ની સરસાઈને (લીડ) ને બાદ કરતા બાકીની તમામ છ બેઠકમાં ભાજપને સરસાઈ મળી હતી. જેમાં સૌથી વધુ સરસાઈ ડીસા તાલુકામાં પ૯,૪પ૯ મતની જયારે ઓછી સરસાઈ થરાદ તાલુકામાં ૩૦૮પ૮ મતની મળી હતી. પાલનપુર તાલુકામાં પણ ભાજપને ૩૪,૬૩ર મતની અને ધાનેરા તાલુકામાં ર૬૧ર૬ મતની સરસાઈ મળી હતી. જયારે બાકીના બારેય ઉમેદવારોને માન્ય મતો કરતા છઠ્ઠા ભાગના પણ મતો ન મળતા ‘ડીપોઝીટ’ ડુલ થઈ હતી. જા કે બસપાના ઉમેદવાર મહંત પરસોત્તમ ગીરી ૧૧૧૭પ મતો સાથે ત્રીજા નંબરે રહ્યા હતા. પરંતુ તેમના કરતા પણ વધુ મતો ‘નોટા’ ને મળ્યા હતા. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.