ભાભરના ગાંગુણ નજીક ટ્રેનની ટક્કરથી આધેડનું મોત

ભાભર તાલુકા ના એક આધેડનું ટ્રેનની ટક્કરેથી કમકમાટી મોત થતાં અરેરાટી મચી છે. જાણવા મળતી વિગત મુજબ ગત ગુરૂવારના સવારે ભાભર નજીક આવેલ ગાંગુણની સીમમાંથી પસાર થતી ટ્રેનની ટક્કરથી ભાભર તાલુકાના ગાગુણ ગામના હરજી સવસીજી ઠાકોર ઉ.વ.૬પનું કમકમાટી ભર્યુ મોત થતાં ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. રેલ્વે પોલીસે મૃતક સામે ભાભર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે. ભાભર પોલીસે લાશને ભાભર સી.એચ.સી. ખાતે પી.એમ. કરાવી લાશ મૃતકના વાલી વારસોને સોંપવામાં આવી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.