02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / કેન્સરથી થયું માણસનું મોત, પરંતુ કીડા પડવાથી મર્યો એવું માનીને લોકોએ તેને કાંધ પણ ન આપી, લટકાવીને લઈ ગયા સ્મશાન

કેન્સરથી થયું માણસનું મોત, પરંતુ કીડા પડવાથી મર્યો એવું માનીને લોકોએ તેને કાંધ પણ ન આપી, લટકાવીને લઈ ગયા સ્મશાન   15/08/2018

કેન્સરથી દુ:શાસનનું મોત થયા પછી તેને સ્મશાન સુધી જવા માટે કોઈએ કાંધ પણ આપી નહીં. તેના મોત પછી આજુ-બાજુના લોકો તેની નજીક પણ આવ્યા નહીં. લોકો તેને મચ્છિયા પાટ (શરીરમાં કીડા પડવાથી થયું મોત) કહીને તેનાથી ડરેલા હતા અને તે જ કારણથી કોઈ તેની નજીક પણ આવ્યું નહીં. આ સ્થિતિમાં મૃતકના દીકરા અને તેમના એક સંબંધીના દીકરાએ સાથે મળીને એક પાલખી જેવુ બનાવ્યું અને ત્યારપછી દુ:શાસનને પાલખીમાં લઈને સ્મશાન સુધી પહોંચ્યા હતા.
 
આ ઘટના ક્યોંઝર જિલ્લાના વરદાપાલ ગામની છે. દુ:શાસન બેહરા એક વર્ષથી કેન્સરના રોગથી પીડાતા હતા. તેના 38 વર્ષના દીકરા પ્રદીપ બેહરાએ કટકમાં એક વર્ષ સુધી સારવાર કરાવ્યા પછી કોઈ ફેર ન પડતાં તેને ગામ પરત લઈ આવ્યો હતો. ગામડે લાવ્યાને થોડા દિવસપછી જ દુ:શાસનને રાતે એક વોમેટ થઈ હતી અને ઉલટીમાં એક જીવડું નીકળ્યું હતું. પ્રદીપે આ વાત પડોશી અને ગામના લોકોને જણાવી દીધી હતી. ઉલટી થઈ તેના ગણતરીના કલાકો પછી જ દુ:શાસનનું મોત થઈ ગયું હતું.
 
મોત થયા પછી દુ:શાસનના અંતિમ સંસ્કાર માટે આજુ-બાજુના કે ગામના કોઈ લોકો આવ્યા નહતા. ગ્રામીણોએ કહ્યું કે, તેના શરીરમાં કીડા પડી ગયા છે. તેથી તેને અડવું પાપ છે.આ અંધશ્રદ્ધાના કારણે દુ:શાસનને સ્મશાન લઈ જવા માટે પણ કોઈ કાંધ આપવા તૈયાર નહતું. રાતે મોત થયું હતું છતા સવાર સુધી કોઈ ન આવ્યું અને જ્યારે સવારના 9 વાગ્યા પછી તેના દીકરા પ્રદીપે પિતા માટે પાલખી બનાવવાનું નક્કી કર્યું.
 
મૃતદેહને ઉપાડીને પિતાના અંતિમ સંસ્કાર કરવા પડ્યા તેવી માહિતી ભાજપના પ્રદેશ અધ્યક્ષ મોહન માંઝીને થતાં તેઓ તેમના અન્ય કાર્યકર્તાઓ સાથે અસાહય પ્રદીપ બેહરાના ઘરે પહોંચ્યા હતા. તેમણે પીડિત પરિવારને સાંત્વના આપી હતી અને આર્થિક મદદ પણ કરી હતી.
 

Tags :