રાજ્યભરમાં બાળકો ઉઠાવી ભીખ મગાવવાનું રેકેટ ઝડપાયું

રાજ્યમાંથી બાળકોનું અપહરણ કરી તેમની પાસે ભીખ તેમજ ચોરી કરાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે. જેમાં અગાઉ અમદાવાદ મહિલા ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીને ઝડપ્યા હતા અને 10થી વધુ બાળકોને તેમની ચુંગાલમાંથી છોડાવ્યા હતા. આ તમામ બાળકોના ડીએનએ રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. જેમાં 4 બાળકોના ડીએનએ મેચ ન થયા હોવાનો ખુલાસો થયો છે. બે બાળકીઓનું સુરતથી અપહરણ કરી અમદાવાદ લવાઈ હતી જ્યારે એક બાળકીનું પૂણેથી અપહરણ કરવામાં આવ્યું હતું જ્યારે અન્ય એક બાળકીને કમલા નામની મહિલા આરોપી આ ગેંગને સોંપી ગઈ હતી. હાલમાં ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય સૂત્રધાર આનંદી સલાટના પુત્ર બેતાબ ઉર્ફે શિવમ આનંદ સલાટની ધરપકડ કરી છે.
 
આરોપી કમલા આનંદી સલાટની નણંદ છે. બેતાબ બાળકીનું અપહરણ કરી અને તેની માતા આનંદીને વેચતો હતો. બાળકો આપવા અલગ અલગ પૈસા લેતો હતો. બેતાબે એક બાળકીના 50,000થી લઈ 10,000 રૂપિયા લીધા હતાં. શહેરમાં અલગ અલગ જગ્યાએ બાળકો પાસે ભીખ મંગાવતા હતા. જેમાં દરેક પાસે તેઓ 120થી 150 રૂપિયા જેટલી ભીખ મંગાવતા હતા.
 
આરોપી બેતાબ ઉર્ફે શિવમની પૂછપરછ કરતા ખુલાસો થયો હતો કે માતા આનંદી સલાટ તેનો ભાઈ આનંદ, ઈનેશ અને રાજેશ તેમજ સંપત મદ્રાસી સાથે મળી અમદાવાદ, સુરત, રાજકોટ, આણંદ અને વડોદરા જેવા શહેરો અને જ્યાં મેળો ભરાતો હોય ત્યાં રમકડાં વેચવાના બહાને જતા હતા. સુરત જેવા મોટા રેલવે સ્ટેશન પર જતા હતા. ત્યાં ભીખ માંગતા પરીવાર અને ગરીબ પરિવારના બાળકોને ટાર્ગેટ કરી અપહરણ કરી લેતા હતા. આ બાળકીઓને અમદાવાદના વટવામાં તેની માતા અને ભાઈના મકાનમાં લાવી અને રાખતા હતા. મહિલા ક્રાઈમ બ્રાન્ચે જ્યારે 10થી વધુ બાળકો આરોપી આનંદી સલાટ પાસેથી છોડાવ્યા ત્યારે આ બાળકો તેના અને તેમના પરિવારના હોવાનું કહ્યું હતું, જેથી પોલીસે તમામના DNA ટેસ્ટ કરાવ્યા હતા.
 
આ ડીએનએ ટેસ્ટમાં પોમી, ચોકલેટ અને અન્ય 2 બાળકીઓના DNA આરોપી મહિલા સાથે મેચ થયા ન હતાં. જેમાં પોમી અને ચોકલેટનું પાંચ વર્ષ પહેલાં સુરત રેલવે સ્ટેશનથી અપહરણ કરી લઈ આવ્યા હતા. જ્યારે એક બાળકીને પૂણેથી ઉપાડી લીધી હતી. બાળકોને હાથે પગે પાટા બાંધી અને ભીખ મંગાવતા હતા. તેઓ પાસે ચોરીઓ પણ કરાવતા હતા. જો કોઈ બાળક આનો વિરોધ કરે તો તેને મારતા પણ હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.