રાજસ્થાનમાં ગૌમૂત્રની હાઈ ડિમાન્ડ, દૂધ કરતાં પણ મોંઘું 30 રૂ. પ્રતિ લીટરે થાય છે વેચાણ

રાજસ્થાનમાં ગૌમૂત્ર દૂધથી પણ વધુ કિંમતમાં વેચાઈ રહ્યું છે. જેના કારણે ગાય પાળનારા ખેડૂતો અને ડેરી ઉદ્યોગોને ઘણો ફાયદો થઈ રહ્યો છે. ગૌમૂત્રની અહીંયા એટલી માંગ છે કે ગિર અને થારપારકર જેવી હાઈ ગ્રીડ ગાયોનું ગૌમૂત્ર 15થી 30 રૂપિયા પ્રતિ લીટરના ભાવે હોલસેલ માર્કેટમાં વેચાઈ રહ્યું છે, જ્યારે ગાયના દૂધનો ભાવ 22થી 25 રૂપિયા પ્રતિ લીટર છે.
 
ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલા અહેવાલ મુજબ, જયપુરના રહેવાસી કૈલાશ ગુર્જર ઓર્ગેનિક ખેતી કરનાર ખેડૂતોને ગૌમૂત્ર વેચી રહ્યા છે. તેમનું કહેવું છે કે દૂધની સાથે ગૌમૂત્ર વેચવાથી આવકમાં 30 ટકાનો વધારો થયો છે. ખેડૂતો જંતુનાશક તરીકે ગૌમૂત્રનો ઉપયોગ કરે છે. સાથે જ તેનો ઉપયોગ દવા અને અન્ય ધાર્મિક વિધિઓમાં પણ કરવામાં આવી રહ્યો છે.
 
લ્લા બે દાયકામાં ગાયનું દૂધ વેચી રહેલાં એક વ્યક્તિનું કહેવું છે કે તેને આખી રાત એટલે જાગવું પડે છે કે ગૌમૂત્ર જમીન પર ન પડે. ગાય આપણી માતા છે. જેના કારણે આખી રાત જાગવામાં પણ પરેશાની થતી નથી. ત્યાં એક દૂધ વેચનાર ઓમ પ્રકાશ મીનાએ ગીર ગાયની ગૌશાળાથી ગૌમૂત્ર ખરીદવાનું શરૂ કર્યું છે. તેઓ આ ગૌમૂત્ર ખરીદીને 30થી 50 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચે છે. આ ગૌમૂત્રની ઓર્ગેનિક ખેતીમાં સૌથી વધુ માંગ છે. જંતુઓ સામે રક્ષણ માટે પાક પર તેનો છંટકાવ કરવામાં આવે છે. ઘણાં લોકો ગૌમૂત્રનો ઉપયોગ ધાર્મિક કાર્યો જેમ કે યજ્ઞ, પંચાગ્વ્ય સહિત ઘણાં આયોજનો પર પણ કરે છે.
 
રાજસ્થાનના ઉદયપુરમાં સરકાર દ્વારા સંચાલિત મહારાણા પ્રતાપ કૃષિ અને ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા દર મહિને ઓર્ગેનિક ફાર્મિંગ પ્રોજેક્ટ માટે 300થી 500 લીટર ગૌમૂત્રનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેના માટે વિશ્વવિદ્યાલયે રાજ્યના પશુપાલકો સાથે કરાર કર્યો છે. દર મહિને યૂનિવર્સિટી લગભગ 15થી 20 હજાર રૂપિયાનું ગૌમૂત્ર ખરીદે છે. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ઉમાશંકરે કહ્યું કે ગૌમૂત્રથી ખેડૂતોની વધારાની સારી આવક થઈ શકે છે. ત્યાં વસુંધરા રાજે મંત્રીમંડળના ગૌપાલન વિભાગના મંત્રી રામ દેવાસી કહે છે કે રાજ્ય લગભગ 2562 ગૌશાળાઓમાં 8,58,960 ગાય છે.
 
થોડાં સમય પહેલાં જૂનાગઢ યૂનિવર્સિટીના ડોક્ટરે પણ દાવો કર્યો હતો કે ગૌમૂત્ર કેન્સર સેલ્સ ખતમ કરવામાં પણ કારગર છે. જોકે ડોક્ટરોએ આ દાવાનો ઈનકાર કર્યો હતો. પણ કેટલાક રાજ્યોની સરકારે દાવો કર્યો છે કે ગૌમૂત્રનો ઉપયોગ દવા તરીકે પણ કરી શકાય છે. ફેબ્રુઆરીમાં યૂપી સરકારે ગૌમૂત્રનો દવાઓમાં ઉપયોગ કરવાની પુષ્ટિ આપવાનો નિર્ણય કર્યો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.