વડગામના વેસા-ગીડાસણ રોડ ઉપર કાર સળગી ઉઠતા અફડાતફડી

છાપી : વડગામ તાલુકાના વેસા-ગીડાસણ રોડ ઉપર આજે સવારે એક ચાલતી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફડાતફડી મચવા સાથે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. 
‎પ્રાપ્ત વિગતો મુજબ વડગામ તાલુકાના વેસાથી ગીડાસણ તરફ એક સીએનજી કાર જઇ રહી હતી. તે દરમિયાન અચાનક ચાલતી કારમાં આગ લાગતા કાર આગમાં ભસ્મીભૂત થઈ ગઈ હતી. કારમાં આગ લાગ્યાની જાણ થતાં ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા. જોકે, કારચાલક આશિષકુમાર પિતામ્બરભાઈ પરમારે સમય સુચકતા વાપરી કાર ઉભી રાખી કારમાંથી ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.