02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Banaskantha / પાલનપુર સિવિલની ર્નસિંગ કોલેજની વિદ્યાર્થીનીને જ ડેન્ગ્યું પોઝિટિવ

પાલનપુર સિવિલની ર્નસિંગ કોલેજની વિદ્યાર્થીનીને જ ડેન્ગ્યું પોઝિટિવ   31/07/2019

પાલનપુર : પાલનપુર સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ર્નસિંગ કોલેજની એક છાત્રાને ડેન્ગ્યુનો પોઝિટિવ રિપોર્ટ આવતાં હોસ્પિટલમાં જ સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે. આ અંગેની જાણ થતાં આરોગ્ય વિભાગના અર્બન હેલ્થ સેન્ટરની ટીમ દ્વારા મંગળવારે સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં સિવિલ હોસ્પિટલના પરિસરમાં ઠેરઠેર ગંદકી જણાઇ આવતાં આ અંગે સત્તાધીશોને સૂચન કરવામાં આવ્યા છે. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાકટરના ત્રાસના આક્ષેપો સાથે સફાઇ કર્મીઓ છેલ્લા ૧૩ દિવસથી હડતાલ ઉપર ઉતરી ગયા છે. પરિણામે હોસ્પિટલમાં સફાઇનું કામ ઠપ થઇ જતાં ગંદકી ખદબદી રહી છે. આવી સ્થિતિમાં સિવિલ કેમ્પસમાં ડેન્ગ્યુની બિમારીએ માથું ઉંચકતાં દર્દીઓ તેમના સગા અને હોસ્પિટલના સ્ટાફમાં ફફડાટ પ્રસરી ગયો છે. જ્યાં સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ર્નસિંગ કોલેજની છાત્રા ધૃપલ નોંધણભાઈ ચાવડા ઉ.૨૦ નો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેણીને હોસ્પિટલમાં જ સારવાર આપવામાં આવી રહી છે. આવી સ્થિતિ વચ્ચે આરોગ્ય વિભાગના અર્બન હેલ્થ સેન્ટરની ટીમ દ્વારા મંગળવારે સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં સિવિલ હોસ્પિટલના પરિસરમાં ઠેરઠેર ગંદકી જણાઇ આવતાં આ અંગે સત્તાધીશોને સૂચન કરવામાં આવ્યા છે. પાલનપુર સિવિલમાં સફાઇકર્મીઓની હડતાળ વચ્ચે ગંદકીનું સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું છે. જેનો ભોગ ર્નસિંગની એક છાત્રા બની છે. ત્યારે સિવિલના સ્ટાફ અને સારવાર અર્થે દાખલ દર્દીઓ અને તેમના સ્વજનોના જાહેર આરોગ્ય સામે ખતરો તોળાઈ રહ્યો છે.

Tags :