રાધનપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ચૌધરી સમાજના મતદારો નિર્ણાયક બનશે

રાધનપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ૩૨૦ મતદાન  મથક ઉપર આજે મતદાન યોજાશે, જેમાં મુખ્યત્વે ભાજપ, કોંગ્રેસ અને એન. સી.પી. વચ્ચે ખરાખરીનો જંગ ખેલાય તેવી શક્યતાઓ જણાઈ રહી  છે. રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકામાં ૨.૭૨ લાખ મતદારો પોતાના ભાવિ ધારાસભ્યનું ભાવિ નક્કી કરશે.
 આ ચૂંટણીમાં ભાજપના અલ્પેશ ઠાકોર, કોંગ્રેસના રઘુભાઇ દેસાઈ અને એન. સી. પી. ના ફરશુંભાઈ ગોકલાણી વચ્ચે જંગ ખેલાશે તેવું મનાય  છે. જો કે અપક્ષ ઉમેદવારો પણ બાજી બગાડી શકે છે.
 તાલુકા કોંગ્રેસ પ્રમુખ નવીનભાઈ પટેલ ના જણાવ્યા મુજબ અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જીત્યા હોવા છતાં પક્ષપલટો કરીને ભાજપમાં ગયા તેના કારણે લોકોમાં રોષ છે, અને લોકો ફરી એકવાર કોંગ્રેસ તરફી મતદાન કરશે. કોંગ્રેસના ઉમેદવાર રઘુભાઇ દેસાઈ  વીસ હજાર કરતા વધુ મતથી જીતશે.
રાધનપુર  બેઠક ઉપર કુલ ૨.૭૨લાખ મતદારો માં સૌથી વધુ ઠાકોર સમાજના ૭૨૭૪૨ અને ચૌધરી સમાજના ૨૩૨૬૮ મતદારો છે, જેના કારણે  ભાજપ અને કોંગ્રેસે હંમેશા આ બે કોમ માંથી જ ઉમેદવારની પસંદગી જ કરી છે. ૨૪ વર્ષ બાદ કોઈ અન્ય કોમના ઉમેદવાર આ બે પક્ષમાંથી આવ્યા છે. અન્ય કોમના મતદારોની  વાત કરીયે તો  મુસ્લિમ સમાજના ૨૧૦૦૦, દલિત સમાજના ૧૭૨૮૦, આહીર સમાજના ૧૪૫૦૦,રબારી સમાજના ૧૪૪૦૦, નાડોદા સમાજના ૯૭૦૦, નિરાશ્રીત ઠાકોર સમાજના ૭૩૦૦ સહીત અન્ય સમાજના મતદારો છે.
આ બેઠક ઉપરથી ગત ચૂંટણીઓમાં ભાજપના લવિંગજી સોલંકીને હરાવી ને કોંગ્રેસના અલ્પેશ ઠાકોર વિજયી બન્યા હતા.વીસ વર્ષ બાદ ભાજપ અહીં હાર્યું હતું.એ અગાઉ શંકરભાઇ ચૌધરી ત્રણ ટર્મ અને નાગરજી ઠાકોર એક ટર્મ માટે ધારાસભ્યપદે રહ્યા હતા. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.