અરવલ્લી જિલ્લાના માલપુરથી સફાઈ કામદારોની દિલ્હી સુધી પદયાત્રા

 અરવલ્લી જિલ્લાના માલપુરથી સફાઈ કામદારોની દિલ્હી સુધી પદયાત્રા
મોડાસા
અરવલ્લી જિલ્લાના માલપુર ગામેથી રાજ્યની ૧૬૮ નગરપાલિકા સહીત જુદી જુદી સંસ્થાઓમાં ફરજ બજાવતા સફાઈ કામદારોને કાયમી કરવાની માંગ સાથે માલપુરના ૪ દલિત યુવાનો દિલ્હી સુધી પદયાત્રાએ નિકડયા...દિલ્હી પહોંચી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તામ્રપત્ર ઉપર લખેલું આવેદન આપશે.
એક તરફ સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત અભિયાન હેઠળ સ્વચ્છતા રાખવા સરકાર દ્વારા આગ્રહ કરાઈ રહ્યો છે ત્યારે આ અભિયાનમાં આધાર સ્તંભ ગણાતા સફાઇ કામદારોનું જ સરકાર દ્વારા શોષણ થઈ રહ્યું હોવાના આક્ષેપ સફાઈ કામદારો દ્વારા કરાઈ રહયા છે.ત્યારે આજે અરવલ્લી જિલ્લાના માલપુર ખાતેથી દલિત સમાજના લાલજીભગત સહિત ચાર યુવાનો રાજ્યની ૧૬૨ નગર પાલિકાઓમાં ફરજ બજાવતા સફાઈ કામદારો સહિત રાજ્યમાં જુદીજુદી સંસ્થાઓમાં ફરજ બજાવતા હજારો સફાઈ કામદારો ને કાયમી કરવાની માંગણી સહીત અનેક પડતર પ્રશ્નોનું સરકાર દ્વારા નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ સાથે ૧૧૦૦ કિલોમીટર પદયાત્રા કાઢી દિલ્હી જવા રવાના થયા છે.આ ચાર યુવાનો આગામી ૫મી ઓક્ટોબરે ૩૫ દિવસ બાદ દિલ્હી પહોંચી વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તામ્રપત્ર ઉપર લિખિત આવેદનપત્ર આપશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.