02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / અમદાવાદ સહિત રાજ્યમાં કાતિલ ઠંડી : પારો છ ડીગ્રી

અમદાવાદ સહિત રાજ્યમાં કાતિલ ઠંડી : પારો છ ડીગ્રી   09/02/2019

 
 
 
 
                    ગુજરાતમાં ફરી એકવાર કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. જનજીવન ઉપર પણ માઠી અસર થઇ છે. સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત સમગ્ર ગુજરાત માટે કોલ્ડવેવની ચેતવણી જારી કરવામાં આવતા આગામી બે દિવસ દરમિયાન કાતિલ ઠંડીથી કોઇ રાહત મળે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. લઘુત્તમ તાપમાનમાં જારદાર ઘટાડો નોંધાઈ ગયો છે. આજે અમદાવાદમાં પણ પારો ગગડીને ૧૦થી નીચે પહોંચ્યો હતો. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પારો આજે ૧૦થી નીચે પહોંચી ગયો હતો. ડિસા ઠંડુગાર બની ગયું હતું. ડિસામાં પારો ગગડીને ૬.૪ ડિગ્રી થયો હતો જ્યારે નલિયામાં ૭.૪ ડિગ્રી તાપમાન રહ્યું હતું. ગાંધીનગરમાં ૮.૫ અને અમદાવાદમાં ૯.૪ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. સૌરાષ્ટ્ર અને કચ્છના મોટા ભાગના વિસ્તારો કોલ્ડવેવના સકંજામાં આવી ગયા છે. આગામી બે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં હજુ ઘટાડો થઇ શકે છે. ઉત્તર પશ્ચિમ પવનો નિચલી સપાટી ઉપર ફુંકાઈ રહ્યા છે.

Tags :