02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Banaskantha / થરાદ બેઠક પર કોંગ્રેસને જીતાડવા ૯૦ ટકા મતદાન કરજો :જીગ્નેશ મેવાણી

થરાદ બેઠક પર કોંગ્રેસને જીતાડવા ૯૦ ટકા મતદાન કરજો :જીગ્નેશ મેવાણી   14/10/2019

 
 થરાદ : થરાદમાં આવેલા થરાદ મુકામે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુતના સમર્થનમાં આવેલા વડગામના ધારાસભ્ય અને દલિત સમાજના નેતા જીગ્નેશ મેવાણીએ આ વિસ્તારમાં ત્રણ ટર્મ ધારાસભ્ય તરીકે રહીને લોકોની સેવા કરનાર હેમાજી રાજપુતના કાર્યોને યાદ કર્યા હતા. જીગ્નેશ મેવાણીએ રાજ્યસરકાર પર વિવિધ મુદ્દાઓને આગળ કરી આક્ષેપ કરતાં ભાજપ વિરુધ કાંગ્રેસની નહી ભાજપ વિરૂધ્ધ ભારતની ચુંટણી ગણાવી હતી. દલિત સમાજ જ નહી તમામે તમામ સમાજે એક થઇને કાંગ્રેસના ગુલાબસિંહ રાજપુતની તરફેણમાં ૯૦ ટકા મતદાન કરવાની હાકલ કરી હતી. તેમણે આ ચુંટણીને બે રાજકીય પક્ષો કે ઉમેદવારોનો પ્રશ્ન નહી પણ વિચારધારાની લડાઇ ગણાવી હતી. રાજ્યમાં થયેલા મગફળી કૌભાંડ,ટેકાના ભાવો મળતા નથી તેનો ઉલ્લેખ કરતાં ખેડૂતોની હાલત ખરાબ કરનાર આ સરકારને પાઠ ભણાવવાની અપીલ કરી હતી. જીગ્નેશ મેવાણીએ દેશના વડાપ્રધાન સામે પણ રામના નામે રાજનિતી કરવાના આક્ષેપો કરી હિંદુમુસ્લિમોને ધર્મના નામે નહી લડવા જણાવ્યું હતું. તેમણે થરાદ વાવ વિસ્તારની સરકારી હોસ્પીટલમાં આરોગ્ય પુરતી સુવિધાઓ અને એમઆરઆઇ કે સિટીસ્કેન કરવાનું મશીન છેક થરાદથી ગાંધીનગર સુધી નહી હોવાનું જણાવી અમદાવાદ સુધી લાંબુ થવું પડતું હોવાનું અને ત્યાં પણ ત્રણ મહિને નંબર લાગતો હોઇ સરકારની પ્રજાલક્ષી સુવિધાઓની પોલ ખોલી હતી. સરકારે રદ કરેલી બિનસચિવાલયની પરીક્ષા અંગે પ્રહારો કરતા જણાવ્યું હતું કે તેના કારણે સરકારી નોકરીની તૈયારી કરતા થરાદ, રાધનપુર, ખેરાલુ સહિત રાજ્યના ૧૨ લાખ વિધાર્થીઓને અસર થવા પામી છે. તેમણે આ તમામ યુવાનોએ એક થઇ સરકારને પાઠ ભણાવવા એક દિવસ અમદાવાદ કે ગાંધીનગરમાં ચક્કાજામ કરવાની હાકલ કરી હતી. મેવાણીએ સરકાર પર બેરોજગારી આ અંગે પણ આક્ષેપ કર્યો હતો. તેમજ થરાદની ધરતી પર રાજ્યની છ બેઠકો પૈકી કરારી હાર થરાદ બેઠક થવાની છે તેવી આશા વ્યક્ત કરી હતી આ માટે તેમણે કાંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુતને ભારી મતોથી વિજયી બનાવવાની અપીલ કરી હતી.વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને રાજસ્થાના પદમારામે ઉપસ્થિત જનમેદનીને થરાદની બેઠક ગુલાબસિંહ રાજપુતને જીતાડવા કચકચાવીને મતદાન કાંગ્રેસની તરફેણમાં કરવાની હાકલ કરી હતી. 

Tags :