આ મંદિરમાં મનાવવામાં આવે છે ‘ફૂટવેર ફેસ્ટિવલ’, ભક્તો ચઢાવે છે ચંપલ

કર્ણાટકના ગુલબર્ગ જિલ્લામાં લકમ્મા દેવીનું મંદિર આવેલું છે. અહીં દર વર્ષે ‘ફૂટવેર ફેસ્ટિવલ’ મનાવવામાં આવે છે. ફેસ્ટીવલ દરમિયાન દૂર-દૂરના ગામોના લોકો અહીં ચંપલ ચઢાવવા માટે આવે છે. આ ફેસ્ટીવલમાં ખાસ કરીને ગોલા (બી) ગામના લોકો મોટી સંખ્યામાં ભાગ લે છે. આ ફેસ્ટિવલ પોતાની અજીબો-ગરીબ પરંપરા માટે પ્રસિદ્ધ છે.
 
દર વર્ષે આ ફેસ્ટિવલ દીપાવલીના છઠમા દિવસે યોજવામાં આવે છે. અહીં આવીને લોકો મન્નત માંગે છે અને તેના પૂર્ણ થવા માટે મંદિરના બહાર આવેલા એક વૃક્ષ પર પોતાની ચંપલ ટાંગી દે છે. આટલું જ નહીં દરમિયાન લોકો ભગવાનને શાકાહારી અને માંસાહારી ખોરાકના ભોગ પણ લગાવે છે.
 
લોકોનું માનવું છે કે, આ રીતે ચંપલ ચઢાવવાથી ભગવાન ખરાબ શક્તિઓથી તેમની રક્ષા કરે છે.
 
એવી માન્યતા છે કે, આમ કરવાથી પગ અને ઘૂંટણનો દુખાવો હંમેશા માટે દૂર થઈ જાય છે. આ મંદિરમાં હિંદુ જ નહીં મુસ્લિમ લોકો પણ આવે છે. કહેવામાં આવે છે કે માતા, ભક્તો દ્વારા અર્પણ કરવામાં આવેલી ચંપલને પહેરીને રાત્રે ફરે છે અને તેમની રક્ષા કરે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.