બનાસકાંઠામાં સરકારની બાળસખા યોજનામાં વ્યાપક ખાયકીની બૂમરાણ

રાજ્ય સરકારની ગરીબ નવજાત બાળકો માટે આશિર્વાદ રૂપ નિવડેલ ‘બાળ સખા-૩’ યોજનામાં જિલ્લામાં ખાસ કરીને ડીસાના કેટલાક ડોકટરોએ વ્યાપક ગેરરીતીઓ આચરી હોવાની ઉઠેલી બૂમરાડોના પગલે ડી.ડી.ઓ એ ડીસા ટી.ડી.ઓ.ને જરૂરી દસ્તાવેજા સાથે આજે હાજર રહેવાનો આદેશ કરતા ચકચાર મચી જવા પામી છે.

કુપોષણના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના હજારો બાળકોના અકાળે મોતના પગલે ચોંકી ઉઠેલી રાજ્ય સરકારે ‘બાળ સખા-૩’ યોજના જાહેર કરી છે. સપ્ટેમ્બર-ર૦૧૭ થી અમલી બનેલી આ યોજના હેઠળ દોઢ કિલોથી ઓછા વજનના જન્મતા નવજાત બાળકને સરકારે નક્કી કરેલ ખાનગી દવાખાને દરરોજ થતો સારવારનો રૂ.૭૦૦૦ નો ખર્ચ સરકાર ભોગવે છે. જેને મળેલા વ્યાપક જન સમર્થનના કારણે હાલમાં અઢી કિલો વજનથી ઓછા જન્મતા બાળકનો ૪૯,૦૦૦ રૂ. સુધીનો ખર્ચ સરકાર ઉઠાવે છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.