જલોત્રામાં બોગસ ડોકટરની બે સ્થળે બિનધિકૃત પ્રેકટીસ : તંત્રની ચુપકીદી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ વડગામ
બનાસકાંઠા જિલ્લાની પૂર્વે આવેલ વડગામ તાલુકામાં બોગસ ડાક્ટરોનો રાફડો ફાટ્યો છે છતાં તંત્રની સૂચક ચુપકીદીના કારણે બોગસ ડોકટરોને મોકળું મેદાન મળી જતા એક ડોકટરની બે- બે સ્થળે મોતની હાટડીઓ ધમધમી રહી હોવાના ચોંકાવનારા અહેવાલો સાંપડે છે. જલોત્રા ગામે અંબાજી સ્ટેટ હાઈવે ઉપર આવેલ સાવન હોટલ પાસે બી.એ.એમ.એસ. ડિગ્રીધારી વ્યક્તિ બિન અધિકૃત એલોપેથીક પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેંડા કરે છે. સાવન હોટલની બાજુમાં આવેલ શોપીંગ સેન્ટરની બે દુકાનમાં તે બિન્દાસપણે કલીનીક ચલાવે છે. તેવું ગામલોકોએ જણાવ્યું હતું. આ અંગે વડગામ તાલુકા આરોગ્ય કચેરીનો સંપર્ક કરતાં  ફરજ પરના  આરોગ્યકર્મચારીઓએ ઉપરોક્ત બાબત બિન અધિકૃત હોવાનું કબુલ્યું હતું. આ અંગે તાલુકા આરોગ્ય અધિકારી ડા.ડી.બી.મહેતાનો ટેલિફોન ઉપર  સંપર્ક કરતાં તેઓએ ફોન ઉપાડ્‌યો નહોતો. 
લોકોના આરોગ્ય સાથે ચેંડા કરતા મુન્નાભાઈ એમ.બી.બી.એસ. માટે બાહોશ જિલ્લા આરોગ્ય અધિકારી ઘટતાં પગલાં ભરે તેવી જલોત્રા પંથકની પ્રજાની માંગ ઉઠવા પામી છે. ઉપરોક્ત ડા.સુધીર સી.ભેંડા વણસોલ ગામે પણ કલીનીક ધરાવતો હોવાનું જાણવા મળે છે.
                                                                                                                                                                                        અહેવાલ : પુષ્કર ગોસ્વામી
 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.