CAA વિવાદ પર મોદીએ આજે ‘મન કી બાત’થી યુવાનોને લઇ આપ્યો જબરદસ્ત મોટો ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષની છેલ્લી મન કી બાત સંબોધનમાં કહ્યું કે દેશના યુવાનોને અરાજકતા, અસ્થિરતા અને જાતિવાદથી ચીડ છે. આજનો યુવાન જાત-પાતથી ઊંચું વિચારે છે. આ યુવાનો પરિવારવાદ અને જાતિવાદ પસંદ કરતા નથી. થોડાંક દિવસ પહેલાં ઝ્રછછને લઇ થયેલ હિંસક પ્રદર્શનોમાં વિદ્યાર્થીઓનો ઉલ્લેખ આવ્યા બાદ પીએમનું આ સંબોધન એ સંદર્ભમાં જોઇ રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે આવનારા દાયકાને ગતિ આપવામાં એ લોકો ખૂબ સક્રિય ભૂમિકા નિભાવશે જેમનો જન્મ ૨૧મી સદીમાં થયો છે. જે આ સદીના મહત્વપૂર્ણ મુદ્દાને સમજતા મોટા થયા છે. આવા યુવાનોને આજે ઘણા બધા નામોથી ઓળખાય છે. કેટલાંક લોકો તેમને મિલેનિયમ કહે છે તો કેટલાંક ઝેન ઝેડ અથવા જનરેશન ઝેડના નામથી ઓળખે છે. એક વાત તો લોકોના મગજમાં ફિટ થઇ ગઇ છે કે આ સોશિયલ મીડિયા જનરેશન છે. આપણે બધા અનુભવ કરીએ છીએ કે આપણી આ પેઢી ખૂબ જ પ્રતિભાશાળી છે. કંઇક અલગ કરવાનું તેમનું સપનું રહે છે.
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.