અમીરગઢની મોડેલ સ્કૂલમાં એક વર્ષથી સ્ટેશનરી કે સેનેટરી ના મળતાં ૨૫ બાળકોએ શાળા છોડી

બનાસકાંઠાના અમીરગઢ ખાતે કાર્યરત માડેલ સ્કૂલ કેમ્પસમાં અમીરગઢ મોડેલ સ્કૂલ ઉપરાંત સરોત્રા કન્યા સાક્ષરતા નિવાસી શાળા, જેથી કન્યા સાક્ષરતા નિવાસી શાળા અને વિરમપુર કન્યા નિવાસી શાળા એમ કુલ ચાર શાળાઓ ચાલે છે.આ શાળાઓમાં ૧૪૦૦ જેટલા બાળકો અભ્યાસ કરે છે.અમીરગઢની મોડેલ સ્કૂલમાં જનરલ બાળકો અભ્યાસ કરે છે જ્યારે બાકીની ત્રણ શાળાઓમાં ટ્રાયબલ વિસ્તારના બાળકો અભ્યાસ કરે છે.સરકારી ધારાધોરણો મુજબ આ બાળકોને સ્ટેશનરી અને ટોયલેટ્રી વિનામૂલ્યે મળવાપાત્ર છે. પરંતુ છેલ્લા એક વર્ષમાં માત્ર બે જ વાર બાળકોને સ્ટેશનરી અને સેનેટરી અપાયા બાદ આજસુધી આ કેમ્પસના બાળકો સુવિધાથી વંચિત રહી મુશ્કેલી વેઠી રહ્યા છે.શાળાના કર્મચારીઓએ આ મામલે જિલ્લાના પ્રાયોજના વહીવટદારની કચેરીએ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ પરિણામ આવ્યું નથી.આ સંકુલમાં અભ્યાસ કરતી આદિવાસી કન્યાઓને તેમના વાલીઓ જ સ્ટેશનરી તેમજ સેનેટરી પોતાના ખર્ચે મોકલી રહ્યા છે.
"બેટી પઢાઓ , બેટી બચાવો" ના મોટા મોટા બમણાં ફૂંકતી સરકારના દવાઓની પોકળતા  છતી કરતા અમીરગઢના મોડલ સ્કૂલ કેમ્પસમાં ચાલતી આવી લાલીયાવાડીની સજા બાળકો વેઠી રહ્યા છે.આ કેમ્પસની સાયન્સ,આટર્સ,કોમર્સ,અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં પણ શિક્ષકોની ઘટ યથાવત છે. મોડેલ સ્કૂલમાં સાયન્સના બે અને જેથી કન્યા સાક્ષરતા નિવાસી સ્કૂલમાં સામાજિક વિજ્ઞાનના એક તેમજ વિરમપુર કન્યા સાક્ષરતા નિવાસી સ્કૂલમાં પણ બે શિક્ષકોની ઘટ છે જેથી બાળકોના ભણતર પર માઠી અસર પડી રહી હોઈ વાલીઓ સહિત બાળકો પણ મુંઝવણમાં મુકાઈ ગયા છે.સરકાર કરોડો રૂપિયાના ખર્ચે આવી શાળાઓ ઉભી કરી દીધા બાદ પૂરતો સ્ટાફ મુકવામાં બેદરકારી દાખવાતી હોઇ બાળકોનું શૈક્ષણિક ભવિષ્ય પણ જોખમાઇ રહ્યું છે. આ સંકુલ માટે ફાળવાયેલી ગ્રાન્ટ પડી હોવા છતાં આ આદિવાસી બાળકોને સ્ટેશનરી અને સેનેટરી ફાળવવામાં આવતી નથી. જિલ્લા પ્રાયોજના વહીવટદારની નિષ્ક્રિયતાના પગલે આ સમસ્યા ઉભી થઇ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.બનાસકાંઠામાં કુલ ૯ મોડેલ શાળાઓ કાર્યરત છે જેમાં જગાણાની એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલ, અંબાજીની એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલ, અમીરગઢ મોડેલ સ્કૂલ, દાંતા મોડેલ સ્કૂલ, સરોત્રા કન્યા સાક્ષરતા નિવાસી શાળા, જેથી કન્યા સાક્ષરતા નિવાસી શાળા જેથી, વિરમપુર કન્યા સાક્ષરતા નિવાસી શાળા, ગઢ મહુડી કન્યા સાક્ષરતા નિવાસી શાળા અને રાણપુર આંબા કન્યા સાક્ષરતા નિવાસી શાળાઓમાં કુલ ૩૩૫૦ જેટલા બાળકો અભ્યાસ કરે છે.પરંતુ જિલ્લા પ્રાયોજના વહીવટદારની કથિત નિષ્ક્રિયતાના પગલે આ શાળાઓમાં ભણતા આદિવાસી  બાળકોના  વાલીઓ પર વધારાનો આર્થિક બોઝ પર પડી રહ્યો છે.સરકાર શિક્ષણ માટે મોટી ગ્રાંટ ફાળવે છે પરંતુ આ ગ્રાંટ તિજોરીમાં જ પડી રહે છે.અમીરગઢના મોડેલ સ્કૂલ કેમ્પસના વિદ્યાર્થીઓને સ્ટેશનરી અને સેનેટરીના મળતાં ૨૫ જેટલા વિદ્યાર્થીઓએ શાળા છોડી દીધી હોવાના ચોંકાવનારા અહેવાલો પણ મળી રહ્યા છે.અમીરગઢના મોડેલ સ્કૂલ કેમ્પસમાં ૬થી ૧૨ ધોરણના બાળકો અભ્યાસ કરે છે ત્યારે આ શાળામાં સફાઈના પૂરતા સાધનો પણ ના હોઈ શાળાની સફાઈ પણ થતી નથી.રાત્રી દરમિયાન સ્ટ્રીટ લાઈટો પણ બંધ રહેતી હોઇ  કન્યાઓને રાત્રી દરમિયાન ખૂબ મુશ્કેલી વેઠવી પડે છે. બાળકોને સાબુ,પાવડર,બ્રશ, કોલગેટ,શેમ્પુ જેવી સેનેટરીની સામગ્રી દર મહિને આપવાની જોગવાઈ છે પરંતુ આ બાળકોને એક વર્ષથી સેનેટરી મળતી જ નથી.જિલ્લામાં ચાલતી નવ શાળાઓમાં પણ આવી જ સમસ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.