પાલનપુરમાં ગેરકાયદે ફટાકડાના સ્ટોલ સામે પોલીસની તવાઈ

 
પાલનપુર
ડીસામાં ફટાકડાની દુકાનમાં આગની ઘટના બાદ કુંભકર્ણની ગાઢ નિદ્રામાં પોઢેલું તંત્ર હરકતમાં આવ્યું હતી. જ્યાં બનાસકાંઠા એસ.ઓ.જીની ટીમે પાલનપુરમાં  ફટાકડાના ગેરકાયદે સ્ટોલ પર તવાઈ હાથ ધરી હતી. જેમાં એક વેપારી પાસેથી રૂપિયા ૫૮ હજારનો મુદ્દામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ડીસામાં તાજેતરમાં ફટાકડાની દુકાનમાં આગ લાગતાં મોટુ નુકશાન થયું હતુ. જે બાદ ગેરકાયદે ફટાકડાની દુકાનો ઉપર પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યાં જિલ્લા પોલીસવડા પ્રદિપ સેજુળની સૂચનાથી એસઓજી પીઆઇ એસ. એ. ડાભીએ પીએસઆઇ બી. ડી. શાહ તેમજ સ્ટાફના ખુમાજી રામાજી, ગીરીશભારથી, વનરાજસીંહ, જીતેન્દ્રકુમાર, પ્રવિણભાઇ સાથે પેટ્રોલીંગ દરમ્યાન લક્ષ્મીપુરા ઉમીયાનગર સોસાયટીમાં તપાસ કરી હતી. જ્યાં મુકેશકુમાર કરશનભાઇ પટેલે પોતાની કરીયાણાની દુકાનમાં ગેર કાયદેસર અને વગર પાસ પરમીટે તથા વગર લાયસન્સે અલગ-અલગ જાતના ફટાકડા કુલ કીમત રૂ.૫૮,૦૦૫/-નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. તેમજ દુકાનમાં કે દુકાનની બહારના ભાગે આજુ બાજુ આગ બુઝાવવાની સાધન સામગ્રી નહી રાખેલ હોય ધી એક્ષ્પ્લોજીવ એકટ ૧૯૮૪ ની કલમ પ(૧), ૯(બી), ૧(બી) મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.