મોદી આવતીકાલે ફરી ગુજરાતના મહેમાન બનશે

અમદાવાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે તા.૨૩ ઓગસ્ટના રોજ ગુરુવારે ગુજરાતની એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે. એક દિવસની ગુજરાત મુલાકાત દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરચક કાર્યક્રમ છે. વડાપ્રધાન આવતીકાલે વલસાડ, જૂનાગઢ અને ગાંધીનગર ખાતેના મહત્વના કાર્યક્રમોમાં ખાસ ઉપસ્થત રહેશે. તેમની સાથે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ પણ હાજર રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવતીકાલના નિર્ધારિત કાર્યક્રમ મુજબ તેઓ નવી દિલ્હીથી સવારે ૧૦-૧૫ વાગ્યે વાયુદળના વિમાનમાં સુરત હવાઇ મથકે આવી પહોંચશે. ત્યાંથી ૧૦-૫૦ કલાકે વલસાડ પહોંચીને સવારે ૧૧-૦૦ વાગ્યે જૂજવા ગામે પહોંચશે. યાં રાજયમાં પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અંતર્ગત રૂ.૧૭૨૭ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ૧,૧૫,૫૫૧ આવાસોના વિવિધ જિલ્લાના લાભાર્થી ઓને વલસાડ જિલ્લાના જૂજવા ખાતેથી સામૂહિક ઇ-ગૃહ પ્રવેશ કરાવશે.  આ સાથે વડાપ્રધાન દ્વરા મુખ્યમંત્રી ગ્રામોદય યોજના હેઠળ પાંચ હજાર મહિલાઓને ઉદ્યોગ સાથે જાડાણના સ્કીલ સર્ટિફિકેટ તેમ જ નિમણૂંકપત્રોને વિતરણ પણ કરવામાં આવશે. પીએમ મોદી વલસાડમાં કાર્યક્રમો પૂર્ણ થયા બાદ બપોરે ૧૨-૩૦ કલાકે જૂનાગઢ જવા રવાના થશે અને ત્યાં ૨-૨૫ વાગ્યે જૂનાગઢ પોલીસ ટ્રેનીંગ કોલેજ મેદાન ખાતે આવી પહોંચશે.  જૂનાગઢમાં તેઓ રૂ.૨૭૫ કરોડના ખર્ચે બનેલી ૩૦૦ બેડ ધરાવતી અદ્યતન સિવિલ હોસ્પિટલનું ઉદ્‌ઘાટન કરશે. આ સાથે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પોલીટેકનીક ઇન એગ્રો પ્રોસેસીંગ બિલ્ડીંગ, નવી ફિશરીઝ કોલેજની ગર્લ્સ હોસ્ટેલનું પણ ઉદ્‌ઘાટન કરશે. તો, સોરઠ જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના નવા મિલ્ક પ્રોસેસીંગ પ્લાન્ટનું લોકાર્પણ અને જૂનાગઢ મહાનગરપાલિકાના ત્રઇ વિકાસ કામોના ભૂમિપૂજન-લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેરસભાને સંબોધન કરશે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.