વાવમાં રોડ વચ્ચે ગાય આવતા અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત

વાવ તાલુકાના ઢેરીયાણા ગામના પાટીયા નજીક રોડ વચ્ચે ગાય આવી જતા બાઈક ચાલક રોડ પર પટકાતા બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે બાઇક પાછળ બેઠેલા એક વ્યક્તિને ઈજાઓ થતાં સારવાર અર્થે ૧૦૮ મારફતે ખસેડાયો હતો બંને બાઇક સવારો થરાદ તાલુકાના મોરિલા ગામના વિપુલભાઇ નાઈ અને દલપતભાઈ નાઈ બને બાઇક પર સોમવારની રાતે આશરે ૨.૩૦ કલાકે થરાદ તરફ જઈ રહ્યા હતા ત્યારે ઢેરીયાણા પાટીયા નજીક રોડ વચ્ચે ગાય આવી જતા બાઇક સાથે ગાયને અથડાતાં બાઇક ચાલક રોડ પર પટકાતા મોઢાના અને મગજના પાછળના ભાગે ઈજાઓ થતા બાઇક ચાલક વિપુલભાઇ નાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે પાછળ બેઠેલ દલપતભાઈ નાઈને નાના મોટી ઈજાઓ થવા પામી હતી જેથી તેઓને ૧૦૮ મારફતે સારવાર અર્થ આગળ ખસેડવામાં આવ્યા હતા.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.