પાલનપુરના નવા એસ.ટી.બસ પોર્ટનું બાંધકામ તોડવાના હુકમથી ખળભળાટ

 
 
 
               પાલનપુરમાં કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલું અત્યાધુનિક એસ.ટી.બસ પોર્ટ વિવાદના વમળમાં ફસાયું છે. નગરપાલિકાની કોઈપણ જાતની મંજૂરી વગર ચાલી રહેલા બાંધકામને ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલીટી ઓથોરિટી, ગાંધીનગરે તોડી પાડવાનો હુકમ કરતા ખળભળાટ મચી ગયો છે.
                                                          પાલનપુર ખાતે કરોડોના ખર્ચે નવું એસ.ટી.બસ પોર્ટ બની રહ્યું છે. જેના બાંધકામનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. જોકે, બસ પોર્ટમાં ૭૭ કરોડના ખર્ચે બની રહેલા વાણિજ્ય સંકુલમાં દુકાનો અને શોરૂમ કે ઓફીસના બુકિંગ કરવામાં આવ્યું છે. જેમાં ૫૦% બ્લેક મની અને ૫૦% વ્હાઇટ મનીના એવી સ્કીમ સાથે ગુજરાત સરકાર અને એસ.ટી.વિભાગ ના નામે બોગસ બ્રોશર બજારમાં ફરતા કરી કંપની દ્વારા કરોડો રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા છે. જેની સામે પાલનપુરના વિજયભાઈ સોલંકીએ મોરચો માંડતા ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીમાં ફરિયાદ દાખલ કરી હતી.
કંપની દ્વારા પાલનપુર નગરપાલિકાની કાયદેસરની લે-આઉટ મંજુર કરાવ્યા સિવાય કે બાંધકામ પરવાનગી મેળવ્યા સિવાય એસ.ટી.બસ પોર્ટનું બાંધકામ ધમધોકાર ચાલી રહ્યું છે. જોકે, બુકિંગ કરાવનાર વેપારીઓને કંપની દ્વારા કોઈ પણ પ્રકારની પાવતી કે રસીદ આપ્યા વિના રોકડમાં જ કરોડો રૂપિયા વસુલ કરાયા હોવાની રાવ ઉઠી છે. ત્યારે આ અંગે વિજયભાઈ સોલંકી સાથે પણ આવો જ વર્તાવ થતા તેઓએ અવાજ ઉઠાવતા ટ્રિબ્યુનલમાં અપીલ દાખલ કરી દાદ માંગી હતી. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.