02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / ND vs NZ 3rd T20 ન્યૂઝીલેન્ડની બીજી વિકેટ પડી, ગુપ્ટિલ બાદ કોલિન મુનરો પણ પેવેલિયન પરત ફર્યો

ND vs NZ 3rd T20 ન્યૂઝીલેન્ડની બીજી વિકેટ પડી, ગુપ્ટિલ બાદ કોલિન મુનરો પણ પેવેલિયન પરત ફર્યો   29/01/2020

ભારતે પાંચ ટી-૨૦ની ત્રીજી મેચમાં ન્યુઝીલેન્ડને ૧૮૦ રન આપ્યા છે. બુધવારે હેમેલિટનના સેડોન પાર્કમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતે ૨૦ ઓવરમાં ૫ વિકેટ પર ૧૭૯ રન બનાવ્યા. જવાબમાં ન્યુઝીલેન્ડના કેન વિલિયમ્સન ક્રીઝ પર છે. માર્ટિન ગુપ્ટિલ ૩૧ રન બનાવીને આઉટ થયો હતો. તેમણે કોલિન મુનરોની સાથે પ્રથમ વિકેટ માટે ૪૭ રનની પાર્ટનરશીપ કરી. ગુપ્ટિલને શાર્દુલે આઉટ કર્યો. મુનરો(૧૪)ને જાડેજાએ રાહુલના હાથે સ્ટમ્પ આઉટ કરાવ્યો.
 
ન્યૂઝીલેન્ડે ૧૦ ઓવરના અંતે બે વિકેટના નુકસાને ૭૯ રન બનાવ્યા છે.
લોકેશ રાહુલે અને રોહિત શર્માએ ભારતને સારી શરૂઆત અપાવી હતી. ૮૯ રને ભારતની પ્રથમ વિકેટ પડી હતી. લોકેશ રાહુલ ૨૭ રને આઉટ થયો છે. રાહુલે ૧૯ બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી આ રન બનાવ્યા છે.
૨૦૦ની સ્ટ્રાઈક રેટ સાથે રોહિત શર્માની ફિફ્ટી
આજની મેચમાં રોહિત શર્મા આક્રમક મૂડમાં જોવા મળ્યો છે, તેણે ૨૩ બોલમાં ફિફ્ટી પૂરી કરી કરી હતી. રોહિત શર્મા ૪૦ બોલમાં ૬૫ રન બનાવી આઉટ થયો હતો. જેમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. હામિશ બેનેટે એકજ ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. તેણે રોહિત શર્મા અને શિવમ દૂબેની વિકેટ લીધી હતી. શિવમ દૂબે ત્રણ રને આઉટ થયો હતો. ભારતની ચોથી વિકેટ ૧૪૨ રને પડી હતી.શ્રેયસ અય્યર ૧૬ બોલમાં ૧૭ રન બનાવી આઉટ થયો હતો.
 
કોહલી કેપ્ટન તરીકે સૌથી વધારે રન બનાવનાર ભારતીય બન્યો
કોહલી કેપ્ટન તરીકે સૌથી વધારે રન બનાવનાર ભારતીય બન્યો છે. ૩૬મી મેચમાં તેણે આ સિદ્ધિ મેળવી છે. આજની મેચમાં ૨૫ રન બનાવવાની સાથે જ તેણે ધોનીના ૧૧૧૨ રનના રેકોર્ડ સ્કોરને પાર કરી લીધો છે. ધોનીએ ૭૨T20 મેચમાં આ સિદ્ધી મેળવી હતી. કોહલી ૨૭ બોલમાં ૩૮ રન બનાવી આઉટ થયો હતો. કોહલીએ ૩૬ ટી૨૦માં ૧૧૨૬ રન બનાવી લીધા છે. મનિષ પાન્ડે ૧૪ રને અને જાડેજા ૧૦ રને નોટ આઉટ રહ્યા હતા.
 
 
ટીમ ઈન્ડિયાઃ વિરાટ કોહલી, રોહિત શર્મા, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાન્ડે, શિવમ દૂબે, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ.
ન્યૂઝીલેન્ડ ટીમઃ કેન વિલિયમ્સન, માર્ટિન ગુટ્પિલ, કોલિન મુનરો, કોલિન ડી ગ્રેડહોમ, રોસ ટેલર, ટિમ શિફર્ટ, મિશેલ સેંટનર, ટિમ સાઉથી, સ્કોટ કુગલિન, ઈશ સોઢી, હામિશ બેનેટ.

Tags :