02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / શું ભારતીય શેરબજાર મંદીમાં સપડાશે ? ગોલ્ડમેનએ શું કહ્યું ?

શું ભારતીય શેરબજાર મંદીમાં સપડાશે ? ગોલ્ડમેનએ શું કહ્યું ?   18/09/2018

 
 
ગોલ્ડમેન સાચ્સ્ દ્વારા જારી કરાયેલા એક રિપોર્ટમાં ભારતીય શેરબજારોની રેલી પૂરી થયાનું જણાવીને નવા સ્ટોકસ ખરીદવાને બદલે જે છે તે જાળવી રાખવાનું રેટિંગ આપ્યું છે. ગોલ્ડમેન સાચ્સ્  ઇન્ડિયન ઇક્વિટીનું ઇન્વેસ્ટમેન્ટ વ્યૂ ઓવરવેઇટથી ડાઉનગ્રેડ કરીને માર્કેટ-વેઇટ કરતા રહ્યું કે, રિસ્ક/રિવર્ડ વર્તમાન સમયમાં ઓછા સાનુકુળ છે જે ઊંચી વેલ્યૂએશન અને તાજેતરમાં મજબૂત દેખાવને આભારી છે. માર્ચ ૨૦૧૪થી અમે સરકારની વિકાસ સમર્થક નીતિઓ અને સ્ટ્રક્ચરલ રિફોર્મસના પગલે આથક વિકાસ અને કંપનીઓના નફામાં રિકવરીની અપેક્ષા રાખી રહ્યાં છીએ એવું ગોલ્ડમેન ના એનાલિસ્ટે જણાવ્યું હતું.
 
અનગમાં સુધારો થયો છે તો બીજી બાજુ ભારતીય શેરબજારો છેલ્લાં પાંચ વર્ષમાં લગભગ બમણા થઇ ગયા છે અને એશિયન રિજનમાં અમેરિકન ડોલરની રીતે ૬૦ ટકા જેટલું આઉટપર્ફોર્મ કર્યું છે. ગોલ્ડમેન  જણાવ્યું કે, વર્તમાન સ્તરને ધ્યાનમાં રાખતા અમે એવું માનીયે છીએ કે ઇન્ડિયન ઇક્વિટીનું જોખમ ઓછું સાનુકુળ છે અમે અમારું ઇન્વેસ્ટમેન્ટ વ્યૂ ઓવરવેઇટથી માર્કેટ-વેઇટ કર્યું છે. 
 
ઊંચા મૂલ્યાંકનો, આર્થિક વિકાસ દર મંદ પડવાની શકયતા અને આવી રહેલી ચૂંટણીને ધ્યાનમાં રાખતા ભારતની ઈક્વિટી બજારો ઓછી સાનુકૂળ જણાય છે એમ ગોલ્ડમેન દ્વારા જણાવાયું છે. માર્ચ ૨૦૧૪થી આ પેઢી ભારતીય બજારો માટે તેજીનું રેટિંગ ધરાવતી હતી. ત્યારબાદ અત્યારસુધીમાં બજાર લગભગ બમણું થઈ ગયું છે અને વૈશ્વિક ઈક્વિટીઝ કરતા બમણા કરતા વધુ વળતર પૂરું પાડયું છે.
 
ભારતીય ઈક્વિટીઝ માટે જોખમ પ્રમાણે વળતર ઓછું જણાય રહ્યું છે, એમ રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે. આ માટે રિપોર્ટમાં ભારતીય  ઈક્વિટીઝના ઊંચા મૂલ્યાંકનો, ટૂંકા ગાળે જોવાઈ રહેલા બૃહદ્ આર્થિક પડકારો અને ચૂંટણીને કારણભૂત ગઁણાવ્યા છે. 
 
વિશ્વને ટકર આપે તેવા ભારતના આર્થિક વિકાસ સામે હાલમાં ક્રુડ તેલના ઊંચા ભાવ અને નબળો રૂપિયો કસોટીરૂપ બની ગયા છે. 
 
અમારા ઓછા આશાવાદી વ્યૂ માટે મહત્વપૂર્ણ પરિબળો જવાબદાર છે જેમાં વેલ્યૂએશનમાં વધારો, નજીકના ગાળામાં મલ્ટિપલ મેક્રો હેડવિન્ડ અને યોજનાર ચૂંટણી પ્રક્રિયા સામેલ છે. ગોલ્ડમેનના મતે વર્ષ ૨૦૧૯માં યોજાનાર લોકસભાની ચૂંટણીથી માર્કેટના સેન્ટિમેન્ટ ઉપર અસર થશે અને કોર્પોરેટ અનગ અને રાજકીય જીતની અનિશ્ચિતત્તાને પગલે નિફ્ટી ૧૨ મહિનાના ૧૨,૦૦૦ના સ્તરે જતા રહેવાની ધારણા છે. 
 
સેક્ટોરિયલ રીતે જોઇએ તો ગોલ્ડમેને ડિફેન્સિવ અને એક્સપોર્ટ્સના મામલે અપગ્રેડ વ્યૂ આપ્યો છે અને પ્રાઇવેટ બેન્ક, ટેક્નોલોજી અને મેટલ્સને ઓવરવેઇટ આપ્યું છે. 
 
જ્યારે બીજી બાજુ જોખમી ફંડામેન્ટલ તરીકે ઓછી સ્થિર સરકાર છે તો તેજી માટેના ફંડામેન્ટ્સમાં નફામાં નોંધપાત્ર વૃદ્ધિ અને ફોરેન ઇન્સ્ટિટયૂશન ઇન્વેસ્ટર્સ તરફથી મોટા પ્રમાણમાં મૂડીપ્રવાહ છે. ગોલ્ડમેનના એનાલિસ્ટનું માનવું છે કે, લોકસભાની ચૂંટણીના પગલે માર્કેટમાં વોલેટિલિટી રહેશે અને રાજકીય ચિંતા વધવાના લીધે વિદેશી રોકાણકારો સાઇડલાઇન થઇ શકે છે.
 
વિદેશી રોકાણકારોએ ઔરૂા. ૯૪૦૦ કરોડ પાછા ખેંચ્યા
 
વૈશ્વિક તેમજ સ્થાનિક પ્રતિકૂળતાઓ પાછળ ચાલુ સપ્ટેમ્બર માસમાં પણ વિદેશી રોકાણકારોની વેચવાલી ચાલુ રહેવા પામી છે.
 
ઉપલબ્ધ ડેટા મુજબ વિદેશી રોકાણકારો દ્વારા તા. ૩થી ૧૪ સપ્ટેમ્બર દરમિયાન બજારમાંથી ૧.૩ અબજ ડોલર એટલે કે રૂા. ૯૪૦૦ કરોડ પાછા ખેંચી લીધા છે. જેમાં ઈક્વિટીમાંથી રૂા. ૪૩૧૮ કરોડ અને ડેટમાંથી રૂા. ૫૦૮૮ કરોડ પાછા ખેંચ્યા છે.
 
ચાલુ વર્ષે બે વખત વ્યાજદર વધશે
 
અમેરિકી ડોલર સામે રૂપિયો અત્યાર સુધી ૧૪ ટકા તૂટયો છે. આજે નવા સપ્તાહના પ્રારંભે પણ રૂપિયો તૂટયો છે. આમ, જો હવે સરકાર ચોક્કસ પગલાં નહીં  ભરે તો રૂપિયો વધુ તૂટશે.
 
રૂપિયાની સતત પીછેહઠના કારણે મોંઘવારી વધશે અને મોંઘવારીને અંકુશમાં રાખવા રિઝર્વ બેંક ચાલુ વર્ષે બે વખત સપ્ટેમ્બર અને ડિસેમ્બરમાં વ્યાજદર વધારે તેવી  શક્યતાઓ પ્રબળ બની છે.

Tags :