02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / યુવકે બે પુત્રોને ઝેરી દવા પીવડાવી પોતે પણ ફાંસો ખાઈ આત્મહત્યા કરી

યુવકે બે પુત્રોને ઝેરી દવા પીવડાવી પોતે પણ ફાંસો ખાઈ આત્મહત્યા કરી   31/12/2018

કપરાડા ખાતે એક વર્ષથી ટારઝન ફોટો સ્ટુડિયો ચલાવતા માલિકે પોતાના બે દીકરાને ઝેર પીવડાવી પોતે ફાંસો ખાઈ લીધો છે. મૃતકે થોડા સમય અગાઉ મુસ્લિમ મહિલા સાથે પ્રેમ લગ્ન કરી મુસ્લિમ ધર્મ સ્વીકાર્યો હતો. ત્રણેયની લાશ કપરાડા ખાતેની તેમની દુકાનમાંથી મળી આવી હતી.
 
મૂળ ચીખલી તાલુકાના અને હાલમાં ધરમપુર ખાતે રહેતા સોહિલ ખાન કપરાડા ખાતે ટારઝન ફોટો સ્ટુડિયો એન્ડ હિના વોચ સેન્ટર ચલાવતા હતા. તેઓ દરરોજ ધરમપુર થી કપરાડા અપડાઉન કરતા હતા. રવિવારે મોડી સાંજે તેમની દુકાનમાં સોહિલ ખાન (32 )પોતે ફાંસો ખાધેલી હાલતમાં તેમજ તેમના મોટો પુત્ર રીહાનખાન સોહિલખાન ઉંમર વર્ષ 9 અને નાનો પુત્ર રીયાખાન સોહિલખાન ઉંમર વર્ષ 5 મૃત અવસ્થામાં મળી આવ્યા હતા.આ મામલે પોલીસે આપેલી પ્રાથમિક માહિતી પ્રમાણે સોહિલ ખાને સૌ પ્રથમ બંને બાળકોને ઝેર પીવડાવ્યું હતું અને ત્યારબાદ પોતે ફાંસો ખાઈ લીધો હતો. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી તેમજ એફએસએલની મદદ પણ લેવામાં આવશે.
 
સૂત્રોના જણાવ્યા પ્રમાણે સોહિલ ખાન અને તેમની પત્ની હિના વચ્ચે છેલ્લા એક-દોઢ વર્ષથી મનભેદ રહેતો હતો. આ પરિવારના બે ફોટો સ્ટુડિયો છે. જેમાં નાનાપોંઢા ખાતેનો ફોટો સ્ટુડિયો તેમની પત્ની ચલાવી રહી હતી અને કપરાડા ખાતેનો ફોટો સ્ટુડિયો સોહિલ ખાન ચલાવતો હતો. સૂત્રોનું એવું પણ કહેવું છે કે સોહિલ ખાનને તેમની પત્ની તેના ફોટો સ્ટુડિયોમાં પ્રવેશ કરવા દેતી ન હતી. આ ઘટનામાં પોલીસને જાણ થતાં પોલીસે એફએસએલની ટીમને જાણ કરી હતી.

Tags :