ગુંદરી ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ ભરેલી મીની બસ ઝડપાઈ

પાંથાવાડા પોલીસે ગુંદરી પોલીસ ચેકપોસ્ટ પરથી મંગળવારે રૂ!૧.૫૭ લાખનો વિદેશી દારૂ ભરેલી મીની બસને ઝડપી પાડી તેમાં પોલીસ મથકે લાવી તેના ચાલક અને ક્લીનર વિરુધ્ધ પ્રોહીબીસન મુજબ ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.
 
પાંથાવાડા પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા અનુસાર પાંથાવાડા પી.એસ.આઈ.લલિતસિંહ રાણા પોતાના સ્ટાફ સાથે મંગળવારે સાંજે ગુંદરી પોલીસ ચેકપોસ્ટ પર વાહન ચેકીંગમાં હતા. ત્યારે બાતમીના આધારે રાજસ્થાન તરફથી આવતી બીની બસ નંબર-આરજે-૨૭-એફએ-૦૦૫૬ ને થોભાવી તલસી લેતા અંદરથી રૂ!૧,૫૭,૬૦૦ના કિંમતની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ-૩૪૪,રૂ! ૪૦૦૦ની કિંમતના મોબાઈલ નંગ-૨ તથા રૂ!૧૦ લાખના કિંમતની મીની બસ મળી કુલ રૂ!૧૧,૬૧,૬૦૦ના મુદ્દામાલ સાથે બસના ચાલક હરિયાણાના હિસાર જીલ્લાના બરવાલા તાલુકાના બ્યાના ખેડા ગામના ધર્મવીર મહેન્દ્રસીંગ જાટ તથા સાઈડમાં બેઠેલ હરિયાણાના જીંદ જીલ્લાના બધાના ગામના સંદીપકુમાર  વિરેન્દ્રસિંહ જાટની ધરપકડ કરી તેના વિરુધ્ધ પ્રોહીબીસન મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.