પાલનપુરના ગુરુનાનક ચોકમાં ધી બર્નિંગ કાર

પાલનપુર શહેરના ગુરુનાનક ચોક વિસ્તારમાંથી પસાર થતી એક સીએનજી કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી.
 
પાલનપુર શહેરના ગુરુનાનક ચોકમાંથી પસાર થઇ રહેલી એક કાર માં અચાનક આગ લાગી હતી. સીએનજી કીટ ધરાવતી કારમાં શોર્ટ સર્કીટથી આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. કારમાં અચાનક આગ લાગતા કાર ચાલક ઉતરી જતા તેનો બચાવ થયો હતો. ભરબજારમાં ધી બર્નિંગ કાર ના દ્રશ્યો જોવા લોકો ટોળે વળ્યાં હતા. કારમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. દરમિયાન, પાલિકાના ફાયર ફાઇટરે આવી આગ પર કાબુ મેળવ્યો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.