આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત તરણેતરનો લોકમેળો

ભારતીય સંસ્કૃતિમાં તહેવાર, ઉત્સવો, લોકમેળાઓનું આગવું મહત્વ છે. સૌરાષ્ટ્રમાં ત્રણ મેળા સુપ્રસિધ્ધ છે. જેમાં માધવપુરનો મેળો, જુનાગઢનો ભવનાથનો મેળો અને ત્રીજા સુરેન્દ્રનગર  જિલ્લામાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત તરણેતરનો લોકમેળો વિદેશી પર્યટકો, સંશોધકો અને ઈતિહાસપ્રેમીઓ તરણેતરનો આ ભાતીગળ લોકમેળો માણવા અવશ્ય આવે છે. ગુજરાત સરકાર પણ આ મેળામાં લોકઉત્સાહને જાઈ આકર્ષાઈ છેલ્લા કેટલાક વર્ષોથી અહીં વિવિધ મંત્રાલયો અને અધિકારીઓ-મંત્રીઓને મોકલી અનેક પ્રકારના કાર્યક્રમો કરે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ઉપમુખ્યમંત્રી નિતિન પટેલ પણ આ મેળાની ઝલક માણવા આવશે તેવી શક્યતા છે.
તરણેતરનો પ્રાચીન ઈતિહાસ જાઈએ તો પાંચાલ વિસ્તાર એટલે કે, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા, સાયબા અને મૂળી તાલુકાનો વિસ્તાર. જે પૂર્વે ભગવાન શ્રીકૃષ્ણની પટરાણી સત્યભામાનું મોસાળ હતું. જ્યારે મહાભારતના યુધ્ધને જગાડનાર મહારાણી દ્રોપદીનું પિયર.
તરણેતર ગામ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકા થાનગઢથી આઠ કી.મી.રાજકોટ એરપોર્ટ થી ૯૦ તથા અમદાવાદ આં.એરપોર્ટથી ર૧પ કી.મી.ના અંતરે પાકા રોડથી જાડાયેલ ગામ છે. ભાતીગળ આ લોકમેળો ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠ્ઠ એમ ત્રણ દિવસ દરમિયાન ભરાય છે. અબાલ વૃધ્ધ સૌ કોઈ મેળો માણવા થનગની ઉઠે છે. જ્યારે જ્યોતિગ્રામ યોજના નહોતી ત્યારે નવીસવી પરણીને સાસરે આવેલી છ-છ મહીના પહેલા રોજ વહેલી પરોઢીયે ઉઠી ઢીંચણ માથે દીવો મુકીને લાડકા દિયર માટે છતરીયું પર ભરત ભરવા માંડતી જે ભાવના ધીમેધીમે લુપ્ત થતી જાય છે, છતાં હજુ ભાતીગળ છતરીયું ક્યાંક ક્યાંક જાવા મળે છે. હવે દિવડાના સ્થાને જ્યોતિગ્રામ વીજ આવી છે.
તરણેતરનો આ મેળો યૌવનનો મેળો કહેવાય છે. જે તરણેતર ગ્રામ પંચાયતના સરપંચે જણાવ્યું છે કે, ચાલુ વર્ષે આગામી, તા.૧ર/૯/ર૦૧૮ થી તા.૧૬/૯/ર૦૧૮ ગુરૂ, શુક્ર, શનિ, રવિ એટલે કે ભાદરવા સુદ ત્રીજ, ચોથ, પાંચમ અને છઠ્ઠ એમ ત્રણ દિવસ યોજાશે. રાજ્ય સરકારનાં વિવિધ ખાતાપણ ભાતીગળ આ મેળામાં ભાગ લે છે. નશાબંધી ઉપરાંત ફોરેસ્ટ-વન પર્યાવરણ-હસ્તક કલા-પ્રવાસન વિભાગ- એસ.ટી.નિગમ સારો રસ લે છે. આ મેળો તરણેતર ગામના પાદરમાં સરોવર કિનારે આવેલ ભગવાન ત્રિનેત્રેશ્ચર મહાદેવના સાનિધ્યમાં ભરાય છે. આ મેળાની શરૂઆત ર૦૦-રપ૦ વર્ષ પહેલાં થઈ હોવાનું જાણવા મળે છે. આ મેળાની પૂર્વભૂમિકામાં ધાર્મિક-સામાજિક મહત્વ રહેલું છે. એક લોકવાયકા પ્રમાણે પાંચાલભૂમિના આ મંદિરના સ્થળે દ્રોપદી સ્વયંવરમાં અર્જુને મત્સ્યવેધ કર્યો હતો કહેવાય છે કે મંદિર ફરતે આવેલ ગંગાકુડમાં ઋષિ પાંચમના દિવસે ગંગાની ધારા પ્રગટ થાય છે, તેથી લોકો આ કુંડમાં સ્નાન કરી ગંગાસ્નાનું પૂણ્ય મેળવે છે.
અહીં લોકસંસ્કૃતિના પ્રતિક સમા કલા અને સાહિત્યના દર્શન થાય છે. ભÂક્ત-શÂક્ત અને સૌંદર્યના ત્રિવેણી સંગમ સમા આ લોકમેળામાં મસ્તીભર્યા લોકમિજાજનો ઠેરઠેર અનુભવ થાય છે. માલધારીઓના મહીયર તરીકે ઓળખાતા પાંચાળ પ્રદેશમાં આવેલ ચોટીલા ડુંગરની ધારે, સરોવરને કિનારે આ લોકમેળો ભરાય છે. અહીં આયર, ભરવાડ, મેર વગેરે પશુપાલક જાતિઓ ચોમાસાના પાછલા ભાગમાં ઢોરને ચરાવવા અહીં આવે છે અને આ સર્વે જાતિઓ મેળા નિમિત્તે ભેગા થાય છે. કુટુંબીજનો અને જ્ઞાતિભાઈઓ એકઠાં થતાં આનંદ અને ઉત્સાહ જાવા મળે છે. અહીં માંગલિક પ્રસંગો અને માતાજીના નૈવેધ ધરાવવાનો કાર્યક્રમ યોજાય છે. આ મેળામાં કોળી, સથવારા, ખાંટ, કુંભાર, કણબી, તેરતાંસળી, રબારી, કાઠી, ચારણ, હરિજન વગેરે અનેક જાતિના લોકો રંગબેરંગી વ† પરિધાન કરી ઉમટી પડે છે. ને ત્રણ-ત્રણ દિવસ સુધી આ ભાતીગળ લોકમેળાની મજા માણે છે. કાઠી કોમ સૂર્યપૂજક છે. થાનગઢ અને આજુબાજુમાં કેટલાક સૂર્યમંદિરો આવેલા છે.
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.