હવામાન વિભાગે ગુજરાતમાં કોલ્ડવેવને લઈને કરી મોટી આગાહી

હવામાન ખાતાની આગાહી મુજબ ગુજરાતમાં ૪૮ કલાક સુધી કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. જેના કારણે રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઠંડા પવન ફૂંકાશે. આગામી દિવસોમાં ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીથી રાજ્યમાં જનજીવન પ્રભાવિત થઈ શકે છે. ફરીથી રાજ્યના લોકોને ગરમ વસ્ત્રોમાં લપેટવાનો વારો આવ્યો છે.હવામાન વિભાગ દ્વારા ઉતર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, આણંદ, રાજકોટ, અમરેલી અને કચ્છમાં ઠંડા અને સુકા પવન ફુકાશે. તેમજ ૨૪ કલાક દરમિયાન ૨ થી ૩ ડિગ્રી લઘુતમ તાપમાન ઘટશે. જેના કારણે શિયાળાની ઠંડીનો અહેસાસ લોકો થશે, અને એકાએક ઠંડી વધવાના કારણે જનજીવન પ્રભાવિત થયુ છે. આગામી બે દિવસ ઠંડીનુ જોર યથાવત રહેશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.