02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / અમેરિકામાં લૂંટના ઈરાદે મહેસાણાના યુવકની ગોળી મારી હત્યા કરાઈ

અમેરિકામાં લૂંટના ઈરાદે મહેસાણાના યુવકની ગોળી મારી હત્યા કરાઈ   26/10/2018

અમેરિકામાં દિવસેને દિવસે ભારતીઓ પર હુમલાની ઘટના વધી રહી છે, ખાસ કરીને ગુજરાતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. ફરી એકવાર આવી ઘટના પ્રકાસમાં આવી છે. મહેસાણાના એક યુવકની ગોળી મારી હત્યા નિપજાવવામાં આવી છે. પ્રાથમિક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે લૂંટના ઇરાદે ૨૨ વર્ષના યુવકની હત્યા કરાઇ છે.
 
પ્રાપ્ત વિગત પ્રમાણે અમેરિકાના જ્યોર્જિયામાં  ૨૨ વર્ષિય યુવકની હત્યાનો બનાવ પ્રકાસમાં આવ્યો છે. પ્રાથમિક વિગત પ્રમાણે મૃતક યુવક મહેસાણાના કડીના ગણેશપુરનો રહેવાસી છે અને તેનું નામ પ્રફૂલ પટેલ હોવાનું બહાર આવ્યું છે. યુવક સ્ટોરમાં કામ કરી રહ્યો હતો ત્યારે લૂંટારૂઓ આવ્યા હતા, જેની સાથે ઝપાઝપી બાદ લૂંટરુંઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, ફાયરિંગમાં યુવકનું મોત નિપજ્યું હતું. પ્રફૂલ પટેલ પરિવાર સાથે અમેરિકામાં સ્થાઇ થયા હતા.
 
થોડા દિવસ પહેલા જ અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના એટલાન્ટાના ગ્રોસરી સ્ટોરમાં નોકરી કરતા મૂળ આણંદના યુવકની ગોળી મારીને હત્યા નિપજાવવામાં આવી છે. મૂળ આણંદના અલ્પેશ પ્રજાપતિ જ્યારે ગ્રોસરી સ્ટોરમાં હતા ત્યારે બે લૂંટારૂઓ સ્ટોર પર ત્રાટક્્યા હતા. બે અશ્વેત લૂંટારાઓએ લૂંટના ઇરાદે અશ્વિનભાઈની ગત વહેલી સવારે ગોળી મારીને હત્યા કરી નાખ્યું હોવાનું ધ્યાને આવ્યું છે.

Tags :