સમીની જય ભારત હાઈસ્કૂલના ખેલાડીઓ ગુજરાત રાજ્ય શાળાકીય અંડરે-૧૯ યુનિફાઈટ સ્પર્ધામાં ઝળક્યા

 સમીની જય ભારત હાઈસ્કૂલના ખેલાડીઓ ગુજરાત રાજ્ય શાળાકીય અંડરે-૧૯ યુનિફાઈટ સ્પર્ધામાં ઝળક્યા
 
 
 
સમી
શ્રી જય ભારત હાઈસ્કૂલના ખેલાડીઓ ગુજરાત રાજ્ય શાળાકીય અંડર-૧૯ યુનિફાઈટ સ્પર્ધા ર૦૧૮ માં ઝળક્યા હતા. આ સ્પર્ધા તા.૧/૦૯/ર૦૧૮ થી તા.૩/૯/ર૦૧૮ સુધી બનાસકાંઠા જિલ્લાના શિહોરી તાલુકાના રતનપુર ગામે મોડલ સ્કૂલમાં યોજાઈ ગઈ હતી. જેમાં  શ્રી જય ભારત હાઈસ્કૂલના ખેલાડીઓ પાટણ જિલ્લાની ટીમમાં સામેલ થઈને રાજ્યકક્ષાએ ભાઈઓ અને બહેનોની ટીમે સર્વશ્રેષ્ઠ દેખાવ કરીને રાજ્યમાં ચેÂમ્પયન બનીને રાષ્ટ્રકક્ષાએ રમવા માટે પસંદગી પામ્યા છે.
જેમા ભાઈઓની ટીમમાં પ્રથમ નંબરે વિનોદ ડાભી, ભરત ડાભી, આનંદ ઠાકોર, મુખ્તાર સૈયદ, ઈન્દ્રીશખાન પઠાણ અને બીજા નંબરે મહેશ ઠાકોર, ચંદન ડાભી, અજય ઠાકોર જ્યારે બહેનોમાંથી પ્રથમ નંબરે માયા ડાભી, ધારા ડાભી, ધારા ઠાકોર, ફોરમ પટેલ, આરતી ઠાકોર,  દિપીકા ડાભી, તેજલ ઠાકોર, જયશ્રી ઠાકોર, ભવ્યા દેસાઈએ પ્રાપ્ત કરેલ છે. અને તમામ બહેનો રાષ્ટ્રકક્ષાએ ૧૩ નવેમ્બરથી ર૦ નવેમ્બર ર૦૧૮ સુધીમાં હિમાચલ પ્રદેશના ધર્મેશાલા મુકામે ભાગ લેવા જશે. આ ખેલાડીઓને શાળાના સ્પોર્ટસના કોચ હરેશભાઈ ઠાકોર અને હરેશભાઈ ચાવડાએ તૈયાર કરેલ છે. આમ ઉપરોક્ત ખેલાડીઓએ શાળાનું અને પાટણ જિલ્લાને ગૌરવ અપાવ્યું છે તેમ શાળાના આચાર્યે તુલશીભાઈ શ્રોફે જણાવ્યું હતું. જ્યારે શાળાના શિક્ષકઓએ અને મંડળના પ્રમુખ પ્રેમચંદભાઈ પરમારે રાષ્ટ્રકક્ષાએ વિજેતા થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.