વેકશન ખૂલતાં જ વાલીઓને લાગી શકે છે ઝટકો : સ્કુલ ફીમાં પ થી ૧૦ ટકાનો વધારો થશે

રાજ્યભરની શાળાઓમાં આજથી વિધિવત્ ઉનાળુ વેકશનનો આરંભ થવાની સાથે જ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ખુશીની લહેર ફેલાઇ ગઇ છે. પરંતુ શાળાનું વેકશન ખૂલતા જ વાલીઓને ઝટકો લાગી શકે છે. વાલીઓ પહેલાથી જ પોતાના વિદ્યાર્થીઓની મસમોટી ફીના કારણે પરેશાન છે, ત્યારે હાલ એક માઠા સમાચાર મળી રહ્યાં છે.  શાળાનું વેકશન ખુલતા જ વાલીઓને પોતાનાં બાળકોની સ્કૂલ ફીમાં ૫ થી ૧૦ ટકા વધવાની શકયતા દેખાઇ રહી છે. આ સિવાય સ્કુલ રિક્ષા ભાડામાં પણ નવા સત્રથી વધારાની શકયતા દેખાઇ રહી છે. હાલ મળતી માહિતી પ્રમાણે સ્કૂલ ભાડામાં રૂપિયા ૨૦૦નો વધારો થઇ શકે છે સાથે બાળકોની સ્ટેશનરી પણ પટ ટકા મોંઘી થવાના એંધાણ દેખાઇ રહ્યાં છે. તમને જણાવી દઇએ કે, રાજ્યભરની શાળાઓમાં આથી વિધિવત ઉનાળુ વેકશનનો આરંભ થવાની સાથે જ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ખુશીની લહેર ફેલાઇ ગઇ છે. શનિવારે ઉત્તરવહી ચકાસણી અને વિવિધ વર્ગોનાં પરિણામની કામગીરી પૂર્ણ કરવાની સાથે જ હવે શિક્ષકો પણ ૩૫ દિવસના વેકશનની મોજ માણશે. જયારે ૧૦ જૂનથી ૨૦૧૯-૨૦નું નવું શૈક્ષણિક સત્ર શરૂ થવાની સાથે જ ફરીવાર શાળા પરિસર ટાબરિયાઓના શોરબકોરથી ગૂંજી ઊઠશે. ગુજરાત રાજ્ય માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના શિડયુલ પ્રમાણે ચાલું વર્ષે ૬ મેથી ૯ જૂન સુધીનું ૩૫ દિવસનું ઉનાળુ વેકેશન જાહરે કરાયું છે. મોટાભાગની ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ૧૫ એપ્રિલ સુધીમાં વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ કરી દેવાઇ હતી. તે સાથે જ વિદ્યાર્થીઓએ વેકશનની મોજ માણવાનું શરૂ કરી દીધું હતું.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.