મોડાસામાં ડીપીમાંથી વીજ કરંટ લગતા બે પશુના મોત

   અરવલ્લી જીલ્લામાં વીજતંત્રની લાલીયાવાડીથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે. મોડાસા શહેરમાં છેલ્લા પાંચ દિવસથી વીજપુરવઠો ખોરવાતા પ્રજાજનો અસહ્ય બફારા અને ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વીજકચેરીમાં રજુઆત કરવા જનાર શહેરીજનોને જવાબદાર અધિકારીઓ મહેસાણા રજુઆત કરવાનું રોકડું પરખાવતા રોષ પ્રવર્તી રહ્યો છે.મોડાસા શહેરના માલપુર રોડ પર પ્રમુખધામ કોમ્પ્લેક્ષ નજીક ડીપીમાં શોર્ટ સર્કિટ થી બે પશુઓના મોત નિપજતા ગોપાલકો અને જીવદયા પ્રેમીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. 
        અરવલ્લી જીલ્લામાં વીજતંત્રના ખાડે ગયેલા વહીવટથી પ્રજાજનો અને ખેડૂતો વીજળીલક્ષી સમસ્યાથી પીડાઈ રહ્યા છે. વીજળી તંત્રએ તૈયાર કરેલ એક્શન પ્લાન કાગળ પર અમલવારી કરાતા વરસાદના ચાર છાંટા વરસે કે તરત વીજળી ગાયબ થઈ જતી હોય છે.  જ્યોતિગ્રામથી ગામડાઓમાં વીજ પુરવઠો ૨૪ કલાક આપવાના પોકળ દાવાઓ સાબિત થતા અને ગ્રામ્ય વિસ્તારોમાં હેલ્પર શોધ્યા ન જડતા લોકોમાં વીજતંત્ર સામે આક્રોશ છવાયો છે. 
            મોડાસા શહેરમાં મંગળવારે દિવસભર અને રાત્રીના સુમારે કલાકોના કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાતા શહેરીજનોમાં રોષ જોવા મળ્યો હતો. સોશ્યલ મીડિયામાં યુજીવીસીએલ કચેરીની ફીરકી લીધી હતી અને યુજીવીસીએલ સામે આક્રોશ ઠાલવતા મેસેજોની ભરમાર લાગી હતી વીજળીનું બિલ ભરવામાં મોડું થાય તો તરતજ વીજ કનેક્શન કાપી નાખવામાં શૂરવીર તંત્ર વરસાદના ફોરાં પડતાની સાથે વીજળી ડૂલ થઇ જાય છે ત્યારે તંત્ર ક્યાં સુઈ જાય છે તથા સુરત જેવી ઘટના બને તો વીજતંત્રના કયા અધિકારીનો સંપર્ક કરવો સહીત મેસેજ થી લોકોએ રોષ ઠાલવ્યો હતો. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.