ડીસામાં દબાણ હટાવાની કામગીરી હાથ ધરાઈ

 ડીસામાં દબાણ હટાવાની કામગીરી હાથ ધરાઈ
 
ડીસા
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી દબાણદારો મસ મોટા દબાણો કરીને બેઠા હતા અને જાહેર જગ્યા હોય કે પછી ભરચક વિસ્તાર પોતાને કમાવાની લાય માં દુકાન હોય કે પછી મકાન મોટા પ્રમાણમાં દબાણ કરી નાખતા હોય છે ત્યારે ડીસા માં રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર દ્વારા ડીસા બસ સ્ટેશનમાં છેલ્લા કેટલાય સમયથી પોતાની દુકાન આગળ કમાવાની લાયમાં મસ મોટું દબાણ કરી બેઠેલા દુકાનદારો ના આજે બપોરે તમામ ના દબાણો પોલીસ સાથે રાખી ડીસા બસ સ્ટેશન મનેજર કે કે પરમાર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા.
ડીસા શહેરએ વેપારની દ્રષ્ટિ બનાસકાંઠા જિલ્લામાં સૌથી મહત્વ ધરાવે છે જેના કારણે શહેરમાં મોટી સંખ્યામાં લોકોની અવર-જવર રહે છે ત્યારે ડીસા શહેરમાં થયેલ મોટા પ્રમાણમાં દબાણો દૂર કરવાની કામગીરી છેલ્લા ૧૫ દિવસ થી ચાલી રહી છે ત્યારે આજરોજ ગુજરાત રાજ્ય માર્ગ અને વાહનવ્યવહાર  પાલનપુર સાખાના ડીસા બસ સ્ટેશન વિભાગ દ્વારા ડીસા બસ સ્ટેશનમાં આજુબાજુના દુકાનદારો દ્વારા કરવામાં આવેલ દબાણો દૂર કરવા માટે ૨ દિવસ પહેલા નોટિસો આપવામાં આવી હતી અને જાતે જ દબાણ દૂર કરવા માટે ની જાણ કરવામાં આવી હતી પરંતુ દબાણદારો દ્વારા દબાણ દૂર ન કરવામાં આવતા આજરોજ ડીસા બસ સ્ટેશન વિભાગના મેનેજર કે કે પરમાર પોલીસ બંદોબસ્ત સાથે રાખી તમામ દબાણો જે.સી.બી દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. અને તમામ દબાણદારોને જાણ કરવામાં આવી હતી કે જો ફરીથી દબાણ કરવામાં આવશે તો  ફરીથી પણ તેમના દબાણો તોડી નાખવામાં આવશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.