બનાસકાંઠાના સાંસદના તાજ કોના શીરે ? મતદાન બાદ કોણ જીતશે - હારશે તેની ચર્ચાઓ શરૂ

બનાસકાંઠા જિલ્લાની સીટ પર ર૩ મી એપ્રિલના દિવસે લોકશાહીના મહાપર્વની ઉજવણી થતાં જિલ્લાના મતદારોએ મતદાન કરી ૧૪ ઉમેદવારોનું રાજકીય ભાવિ ઈવીએમમાં કેદ કર્યુ છે તેનો લાંબા ઈન્તજાર બાદ આગામી તારીખ ર૩ મીમેના રોજ મતગણતરી થનાર છે બૃહદ બનાસકાંઠા જિલ્લામાં ર૬ર૦ બુથ પર વહેલી સવારે ૭ કલાકે મતદાન પ્રક્રિયા ચાલુ થઈ જતાં ઉનાળાની ઘોમઘગતી ૪ર ડીગ્રીના તાપમાન વચ્ચે પણ જિલ્લાના મતદારોનો ઉત્સાહને લઈ ૬૪.૭૦ ટકા જેટલુ મતદાન થવા પામ્યુ હતુ મતદાન મથકો પર કયાંક લોબી લાઈનો તો કયાંક પાખું મતદાન રહ્યું હતુ સાંજે ૬ વાગ્યાએ મતદાન પ્રક્રિયા સંપન્ન થતાં બનાસકાંઠા જિલ્લામાં સાંસદ બનવા ચૂંટણી લડતા ૧૪ ઉમેદવારોનું ભાવિ ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીનમાં સીલ થયુ હતું ૧૪ ઉમેદવારો પૈકી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સિધો જંગ ખેલાયો હતો થરાદ વિધાનસભાના ધારાસભ્ય અને રાજયના મંત્રી પરબતભાઈ પટેલ તથા સહકારી માળખાના દિગ્ગજ નેતા પરથીભાઈ ભટોળ સહિત અન્ય પાર્ટી તથા અપક્ષના ઉમેદવારો વચ્ચે જંગ મંડાયો હતો.  ર૩ મી એપ્રિલના સાંજે મતદાન સંપન્ન થયા બાદ મતદાન મથકો પર ઈવીએમ સીલ કરી ચુસ્ત સુરક્ષા હેઠળ જે તે વિદ્યાનસભા મત વિભાગોના નિર્ધારીત રીસીવીંગ સેન્ટર પર પહોંચાડવામાં આવ્યા હતા. ત્યાંથી સજ્જડ સુરક્ષા જાપ્તા હેઠળ તમામ ઈવીએમને પોલીટેકનીક કોલેજ પાલનપુર પહોંચાડવામાં આવ્યા હતા જ્યાં આ ઈવીએમ સ્ટોંગ રૂમમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત હેઠળ રહેશે પણ મતદાન બાદ બનાસકાંઠાના સાંસદનો તાજ કોના શીરે ? લઈને સમગ્ર બનાસકાંઠામાં ચર્ચાનો દોર શરૂ થયો હતો કોણ જીતશે-હારશે તેની ચર્ચાઓ થઈ રહી છે રાજકીય પંડીતો પણ આ વખતેની ચૂંટણી પરીણામ આપવા માથુ ખંજવાળી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં બે મુખ્ય પાર્ટીઓએ એક જ કોમના બે ઉમેદવારની પસંદગી કરતા અન્ય સમાજા કોના તરફ ઝુકાવ કરી કોના તરફી મતદાન કર્યુ હશે તે ગણીત માંડવુ ખુબજ અઘરૂ બની રહ્યુ છે બન્ને નેતાઓના ગઢ સમાન થરાદ અને દાંતામાં મત વિસ્તારોમાં ઉચુ મતદાન પરીણામની હાર-જીતનું અંતર ખુબ જ ઓછુ કરશે તે ચોક્કસ છે પણ પરીણામ જાહેર થવા આડે હજુ એક મહિનાનો ઈતજાર રહેલો છે તથા ત્યાં સુધી કોણ જીતશે કોણ હારશે તેની ચર્ચા ચોમેર થઈ રહી છે.
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.