રવિયા દૂધ ઉત્પાદક મંડળીની સાધારણ સભા યોજાઈ

રવિયા : ધાનેરા તાલુકાના રવિયા ગામે રવિયા દુધ ઉત્પાદક મંડળીની વાર્ષિક સાધારણ સભા તા.૧પ-૬-ર૦૧૯ ના રોજ સવારે રવિયા દુધ મંડળીમાં યોજાઈ  મોટી સંખ્યામાં દુધ ગ્રાહકો અને કમીટી સભ્યો હાજર હતા આ સધારણ સભામાં બનાસડેરીના અધિકારીઓની હાજરીમાં તમામ ગામ લોકોને સને ર૦૧૮-ર૦૧૯ ના તમામ હિસાબો વંચાણે લીધા હતા હાજર રહેલ બનાસ ડેરીના અધિકારી (વિસ્તરણ) નવિનભાઈ સુપરવાઈઝર દશરથભાઈ વગેરે તમામ અધિકારી ઓએ તમામ માહિતીથી ગામ લોકોને વાકેફ કર્યા હતા દુધ મંડળીમાં કોઈપણ ગ્રાહકે  ભેળસેળ વાળુ દુધ લાવવું નહી પાણી બેડીને દુધ લાવવું નહી નહીતર ભોગવવુ પડશે ડેરીના યુવા મંત્રી સાગરભાઈ ભાથીભાઈ રબારીએ છેલ્લા સાત વર્ષથી ડેરીમાં લાખો રૂપિયાનો નફો કરેલ છે. આથી રવિયા દુધ મંડળીનું  નવીન મકાન પણ લાખોના ખર્ચે પુર્ણ થવાને આરે છે. બનાસડેરીના ચેરમેન તેમજ ડીરેક્ટરના સહયોગ્લ્‌થી રવિયા દુધ ઉત્પાદન મંડળીનું નવું બીલ્ડીંગ બનવાને આરે છે. અને દુધ મંડળીના યુવા મંત્રીની કામગીરીને ગામ લોકોએ બીરદાવી હતી. રવિયા ડીરીના વહીવટ થી અધિકારીઓ પણ ખુશ ખુશાલ થઈ ગયા હતા આ પછી ચા નાસ્તા કરીને ગામ લોકો છુટા પડ્યા હતા ગામના આગ્રણી નારણભાઈ-પીરાભાઈ -અમૃતભાઈ-ભમરાજી -સરપંચ લાખાભાઈ, ડેરીના કર્મચારીગણ તેમજ પુર્વ પ્રતકાર -સરપંચ ભગવાનભાઈ-પોચાભાઈ મકવાણા-તેમજ પત્રકાર રાજપૂત વસનાજી તમામ ગામ લોકો અગ્રણી મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.