બસુના સરપંચ સહિત ચાર ઈસમોએ દલિત પરિવારનું છાપરું સળગાવી દેતાં ચકચાર

રખેવાળ ન્યુઝ  છાપી : વડગામ તાલુકા ના બસુ ગામે સરકાર દ્રારા ફાળવવામાં આવેલ ચર્મકુંડની જગ્યા ઉપર ગેરકાયદેસર કબ્જો કરવા બસુના સરપંચ સહિત ચાર ઈસમો સોમવારે ચરમકુંડની જગ્યા ઉપર પહોંચી ગાળો બોલી ચર્મકુંડ માટે બાંધેલું છાપરું તોડી નાખી સળગાવી દેતા ચકચાર મચી ગઈ હતી.જે બાબતે પીડિત દલિત પરિવારે બસુના સરપંચ સહિત ચાર વિરુદ્ધ જાતિ  અપમાનિત સહિતની ફરિયાદ છાપી પોલીસ મથકે નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ વડગામ તાલુકાના બસુ ગામે લેબલાપુરાના રસ્તા ઉપર સરકાર દ્રારા વિરાભાઈ મૂળાભાઈ પરમારને ચરમકુંડ માટે જગ્યા ફાળવેલ હતી.જ્યાં ચર્મકુંડ માટે વાડો બનાવી છાપરાં બનાવ્યા હતા અને આ જગ્યાએ મરેલા ઢોરોની છાલ ઉતારવાનું કામ કરવામાં આવતું હતું. દરમિયાંન આ જગ્યા પાસે અગાઉ મુમન સમાજ દ્રારા સમૂહ લગ્ન માટે વાડી બનાવવા જમીન ખરીદી હતી.જેથી ચર્મકુંડની જગ્યા પડાવી લેવા અને જગ્યા ખાલી કરાવવા  અવાર નવાર બસુના સરપંચ મોફિક રહીમ ચૌધરી, ઇકબાલ સુલેમાન એવરા સહિતના લોકો ધમકીઓ આપતા હતા. દરમિયાન સોમવારે વાલજીભાઈ મૂળાભાઈ પરમાર, વિરાભાઈ પરમાર અને પુત્ર દિપક રાત્રે છાપરાંમાં સુવા માટે ગયેલ હતા તે સમયે સરપંચ મોફિકભાઈ ચૌધરી , ઈકબાલભાઈ એવરા સહિત અન્ય બે ઈસમો પહોંચી ત્રણે જણાઓને અપશબ્દો બોલી જાતિ અપમાનિત કરી ધોકા વડે ફટકારી છાપરું તોડી નાખી સળગાવી દઈ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હત.જેથી પીડિત દલિત પરિવારે બસુ સરપંચ સહિત અન્ય ત્રણ વિરુદ્ધ મંગળવારે છાપી પોલીસ મથકે મારમારવા સહિત છાપરું તોડી સળગાવી દેવા સહિત એટ્રોસીટી એકટ મુજબ ફરિયાદ નોંધાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.