ચાળવા ગામમાં માતાની ખોટ અને મોસાળના પ્રેમની બેવડી જવાબદારીની પૂર્તિ કરતા મોટાભાઈ : નાનાભાઈને સ્કોર્પિયો ગાડી ગિફ્‌ટ કરી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ લાખણી
ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે 'મા તે મા બીજા બધા વન વગડા ના વાસ' એટલે કે જે બાળકોની માતા નાની ઉંમરમાં અવસાન પામ્યા હોય તે બાળકો આખી જિંદગી કમજોર બનતા હોય છે અને તેમને માનો પ્રેમ મળતો ન હોવાથી તેમનો ઉછેર અને વિકાસ પણ રૂંધાઇ જાય એવું માનીએ છીએ એ સત્ય પણ છે. 
આવું જ કંઈક લાખણી તાલુકાના ચાળવા ગામમાં રહેતા દશરથભાઈ પઢિયાર(રાજપૂત)ના જીવનમાં બન્યું હતું. દશરથની ઉંમર ૮ વર્ષ અને તેના નાનાભાઈ પ્રવિણની ઉંમર ૬ વર્ષની હતી અને તેમના જીવનમાંથી મા દૂર થઈ ગયા અને તેઓનું દુઃખદ અવસાન થયું. જે ઉંમરમાં મોજ મસ્તી અને ધમાલ કરવાની હતી એ જ ઉંમરમાં માતાનું અવસાન થતાં આ બન્ને ભાઈઓ ઓશિયાળા બની ગયા ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ દયનિય હતી. બે ટાઈમ ભોજન પણ જાતે બનાવવું પડે નાનાભાઈને તૈયાર પણ કરવો પડે વગેરે ઘરકામની પણ તમામ જવાબદારી સંભાળી લીધી. દશરથ રાજપુતે ઘરકામ પરિવાર ની સાથે સાથે ધોરણ ૧૦ સુધીનો અભ્યાસ કર્યો. ૨ જોડી કપડાં આખા વર્ષ સુધી ચલાવવા ના અને રોજ રાત્રે કપડાં જાતે ધોવાના પોતાના અને પોતાના ભાઈના આમ કરતા કરતાં હવે ઘરની આર્થિક સ્થિતિ ને મદદરૂપ બનવા ધોરણ ૧૦ સુધીનો અભ્યાસ પૂર્ણ કરીને પેટ્રોલ પંપ ઉપર ડીઝલ ભરવા નોકરી ચાલુ કરી હતી અને પણ જીવનમાં કંઈક પ્રાપ્ત કરવું છે એવી ધગશ એનામાં હતી માટે તે જે પણ કામ કરતો તેમાં દિલ લગાવીને કરતો હોવાથી ધીમે ધીમે તે સફળતા તરફ આગળ વધવા લાગ્યો અને તેની મહેનતનો ભાગ તેને મળવા લાગ્યો નાનોભાઈ પ્રવિણ પણ ધોરણ ૧૦ સુધીનો જ અભ્યાસ કર્યો પછી તેને પણ નોકરી ચાલુ કરી હતી . પણ દશરથને મનમાં કાયમ એવું રહેતું કે અમારા બન્ને ભાઈઓના જીવનમાં મા નથી પણ મારા નાના ભાઈને ક્યારેય એવું ન થવું જોઈએ કે મારે મા નથી. એટલા માટે તે કાયમ માટે માની ખોટ મોટાભાઈ પુરી કરતા અને પોતે અનેક મુશ્કેલીઓ અને દુઃખો સહન કર્યા પણ નાનાભાઈને તેનો અહેસાસ થાય તેવા પ્રયત્નો ક્યારેય ન કર્યા અને ભાઈની ઈચ્છા હતી કે મારા લગ્ન પહેલાં સારું મકાન આપણે હોય તો સારું રહે માટે ભાઈની ઇચ્છા પ્રમાણેનું આહ્લાદક મકાન બનાવ્યું અને ત્યારપછી લગ્ન નક્કી કર્યા ૧૨/૦૨/૨૦૨૦ ના દિવસે લગ્ન હતા. નાનાભાઈની જાનમાં ૧૫૧ ગાડીઓની લાઇન લગાડી દીધી. જેમાં ફરારી- રેન્જરોવર-ફોરચુનર- સ્કોર્પિયો સહિતની તમામ ગાડીઓ લાવી હતી. નાનાભાઈ માટે મોટાભાઈ માતા અને ભાઈ બન્નેની જવાબદારી સંભાળી સાથે સાથે મોસાળના વહાલની જવાબદારી સંભાળી હતી ત્યારે મોટાભાઈ હોય તો દશરથ જેવા કારણ કે પોતે જીવનમાં અનેક પડકારોનો સામનો કર્યો પણ નાનાભાઈને માતાનો પ્રેમ કે વ્હાલની જરાય ખોટ પડવા લીધી ન હતી અને બન્ને ભાઈઓ વચ્ચેનો પ્રેમ રામ અને લક્ષમણની જોડી યાદ અપાવે છે અને તેમના પ્રેમની ચોતરફ પ્રસંશા કરવામાં આવી રહી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.