સાયન્સ સીટી પાસે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત

અમદાવાદના સાયન્સ સીટી રોડ પર વહેલી સવારે પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે આગળ પસાર થઈ રહેલા બાઈક ચાલકને ઉડાડ્યો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે અકસ્માત બાદ કારચાલક કાર મુકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે હાલ કારના નંબર અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ સીસીટીવીમાં દેખાતા દૃશ્યો પ્રમાણે કાર ફૂલ સ્પીડમાં હતી અને અકસ્માત બાદ કાર પલટી ખાઈ ગઈ હોવાનું દેખાઈ રહ્યું છે.
 
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વહેલી સવારે 4.30 વાગ્યાના અરસામાં સાયન્સ સીટી રોડ પર આવેલા જેબીઆર કોમ્પલેક્ષ પાસે ફુલ સ્પિડે આવેલી કારે આગળ પસાર થઇ રહેલા બાઇક ચાલકને અડફેટે લીધો હતો.આ અકસ્માત એટલો ગંભીર હતો કે અકસ્માતમાં બાઇક ચાલક વજુભાઇ લક્ષ્મણભાઇનુ ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતુ. વહેલી સવારનો સમય હોવાથી કારનો ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો. બીજી તરફ પોલીસને આ સમગ્ર અકસ્માતના સીસીટીવી ફુટેજ મળ્યા છે. જેના આધારે અકસ્માત કેટલો ગંભીર હતો તેમજ કેટલી સ્પીડ પર કાર ચાલી રહી હતી તેનો અંદાજ લગાવી શકાય છે. હાલ પોલીસે કારના નંબરના આધારે કારના ચાલકને પકડવા માટેની તપાસ હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.