02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / 5માં ધોરણની વિદ્યાર્થિની થઈ પ્રેગ્નેન્ટ, 2 મહિનાથી પ્રિન્સિપલ કરતો હતો દુષ્કર્મ, સ્કૂલ કેમ્પસમાં બનાવ્યો હતો ગુપ્ત રૂમ

5માં ધોરણની વિદ્યાર્થિની થઈ પ્રેગ્નેન્ટ, 2 મહિનાથી પ્રિન્સિપલ કરતો હતો દુષ્કર્મ, સ્કૂલ કેમ્પસમાં બનાવ્યો હતો ગુપ્ત રૂમ   21/09/2018

ન્યૂ સેન્ટ્રલ પબ્લિક સ્કૂલમાં ધોરણ-5માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને બ્લેકમેલ કરી વિદ્યાલયના પ્રિન્સિપલ તથા સંચાલક રાજ સિંઘાનિયા ઉર્ફે અરવિંદે દુષ્કર્મ આચર્યું. આ કુકર્મમાં પ્રિન્સિપલના એક સહયોગી અભિષેક કુમાર ઉર્ફે અશોક પણ સહયોગ આપતો હતો. હદ તો ત્યારે થઈ જ્યારે વિદ્યાર્થિની ગર્ભવતી થઈ ગઈ. તેની તબિયત ખરાબ થતાં જ્યારે મમ્મી-પપ્પાએ વિદ્યાર્થિનીને પૂછ્યું તો તેણે ચોધાર આંસું રડીને બેશરમ ટીચરનું શરમજનક કૃત્ય જણાવ્યું. કિટથી તપાસ કરતા તે ગર્ભવતી હોવાની પુષ્ટિ થઈ. ત્યારબાદ વિદ્યાર્થિનીના માતા અને પિતા તેને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા. પ્રિન્સિપલ રાજ સિંઘાનિયા ઉર્ફે અરવિંદના પિતા બીએન સિંહ પોલીસ વિભાગમાં છે. ઇન્સપેક્ટર કૈસર આલમે એસએસપી મનુ મહારાજના નિર્દેશ પર તાત્કાલિક કાર્યવાહી કરતા રાજ સિંઘાનિયા સહિત સ્કૂલના સ્ટાફ અભિષેક કુમારની ધરપકડ કરી લીધી.
 
મળતી જાણકારી મુજબ, ન્યૂ સેન્ટ્રલ પબ્લિક સ્કૂલમાં પાંચમાં ધોરણની વિદ્યાર્થિની સાથે પ્રિન્સિપલ રાજ સિંઘાનિયા લગભગ બે મહિનાથી દુષ્કર્મ કરી રહ્યો હતો. વિદ્યાર્થિનીને સ્કૂલના જ સ્ટાફ અભિષેક કોપી તપાસવાના બહાને પ્રિન્સિપલની પાસે લઈ જતો હતો. દુષ્કર્મ કરવા માટે સ્કૂલના જ કેમ્પસમાં પ્રિન્સપલે એક ગુપ્ત રૂમ બનાવી રાખ્યો હતો. તે રૂમમાં મંજૂરી વગર કોઈને પણ દાખલ થવાની મંજૂરી નહોતી.
 
પ્રિન્સિપલે વિદ્યાર્થિની સાથે પોતાની સેલ્ફી લીધેલી હતી અને તેની સાથે અશ્લીલ વીડિયો ઉતાર્યો હતો, જેને દર્શાવી તે બ્લેકમેલ કરતો હતો. વીડિયો વાયરલ કરવાની ધમકીના કારણે વિદ્યાર્થિની આટલા દિવસ સુધી પરિવારથી છુપાવતી હતી. પોલીસે ગુરુવારે પીડિતાની મેડિકલ તપાસ કરાવી. મામલામાં સ્પીડી ટ્રાયલ ચલાવીને આરોપીઓને સજા અપાવવામાં આવશે. પીડિતાની માતાએ ગર્દનીબાગ સ્થિત મહિલા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. બંને આરોપીઓના મોબાઇલની તપાસમાં વિદ્યાર્થિની સાથેની સેલ્ફી પણ મળી છે.

Tags :