02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / ઐતિહાસિક પળ! સૂરજને ‘અડવા’ નીકળ્યું યાન, દુનિયા આખી જોતી રહી નાસાના આ મિશનને

ઐતિહાસિક પળ! સૂરજને ‘અડવા’ નીકળ્યું યાન, દુનિયા આખી જોતી રહી નાસાના આ મિશનને   12/08/2018

અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાએ સૂરજ પર પોતાનું પહેલું મિશન ‘પાર્કર પ્રોબ’ રવાના કરી દીધું છે. એક ગાડીના આકારનું આ અંતરિક્ષયાન સૂરજની નજીક એટલે કે સૌથી નજીક અંદાજે 40 લાખ માઇલના અંતરથી પસાર થશે. આની પહેલાં કોઇપણ અંતરિક્ષયાન એ આટલો તાપ અને આટલી રોશનીનો સામનો કર્યો નથી. આ મશિનનો ઉદ્દેશ્ય એ જાણવાનો છે કે કેવી રીતે ઉર્જા અને ગરમી સૂરજની ચારેયબાજુ ઘેરો બનાવી રાખે છે.
 
આની પહેલાં શનિવારના રોજ પાર્કર સોલર પ્રોબને લૉન્ચ કરવાનો હતો પરંતુ ટેકનિકલી ખામીના લીધે લોન્ચિંગને ટાળી દેવાયું હતું. કેપ કેનેવરલ સ્થિત લૉન્ચ સ્થળથી ડેલ્ટા-4 રૉકેટ દ્વારા આ યાનને અંતરિક્ષમાં રવાના કરાયું.
 
 
આ સ્પેસક્રાફ્ટને મોકલવાનો ઉદ્દેશ્ય સૂરજની નજીકનું વાતાવરણ, તેનો સ્વભાવ અને કાર્યપ્રણાલીને સમજવાનું છે. આ મિશન 7 વર્ષ સુધી સૂરજના વાતાવરણને જાણવાની કોશિષ કરશે. આ પ્રોજેક્ટ પર નાસા એ 103 અબજ રૂપિયા ખર્ચ કર્યા છે.
 
આ યાનને એકદમ શક્તિશાળી હીટ શિલ્ડથી સુરક્ષિત કરાયું છે જેથી કરીને આ સૂરજની નજીતના તાપને ઝીલી શકે અને ધરતીની સરખામણીમાં 500 ગણું વધુ રેડિએશન ઝીલી શકે. આ શીલ્ડ 11.43 સેન્ટીમીટર મોટું છે. આ યાનને રવિવારના રોજ સ્થાનિક સમયાનુસાર સવારે 3 વાગ્યાને 31 મિનિટ પર લૉન્ચ કરાયું.

Tags :