02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / મહેસાણા / ઊંઝા ખાતે શ્રી મોટા બાવન કડવા પાટીદાર સમાજની ગૃહિણી તાલીમ શિબિરનો શુભારંભ

ઊંઝા ખાતે શ્રી મોટા બાવન કડવા પાટીદાર સમાજની ગૃહિણી તાલીમ શિબિરનો શુભારંભ   09/05/2019

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝા, ધરતી પરિવાર-મહેસાણા અને શ્રી મોટા બાવન કડવા પાટીદાર સમાજ પ્રગતિ મંડળ (જનરલ) દ્વારા જી.મ.ગ. કન્યા વિદ્યાલય, કન્યા છાત્રાલય, ઊંઝા ખાતે ૬૯ મી ગુહિણી તાલીમ શિબિરનો આજ રોજ શુભારંભ કરવામાં આવ્યો. દાતાઓનું પુષ્પગુચ્છ, શાલ અને બુક આપી સન્માન કરાયું હતું. ગૃહિણી તાલીમ શિબિર તા. ૦૯.૦૫.૨૦૧૯ થી તા. ૧૭.૦૫.૨૦૧૯ સુધી ચાલશે. જેમાં સમાજની ૮૦ બહેનો ભાગ લઇ રહી છે. 
ગૃહિણી તાલીમ શિબિરનો સમારોહના ઉદૃઘાટક મહેસાણા અર્બન બેંક, મહેસાણાના વાઇસ ચેરમેનશ્રી કે.કે.પટેલ, અધ્યક્ષશ્રી મહેન્દ્રભાઇ ડી.પટેલ (મોતી લેમીનેટસ) અને મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો. સમારોહની શરૂઆતમાં મહિલાઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજુ કર્યું હતું.
આ પ્રસંગે સમારોહના અધ્યક્ષશ્રી મહેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગૃહિણી તાલીમ શિબિર દ્વારા સમાજના સળગતા પ્રશ્નોના જવાબ શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહયો છે. સમાજના કુરિવાજો દુર કરવા તેમજ સમાજના વિકાસમાં સહભાગી થવા બહેનોને જાગૃત કરવામાં આવી રહી છે. સમાજને ઉંચાઇના શિખરે લઇ જવા માટે બહેનોને પુરૂષ સમોવડી બનાવવી પડશે.
શિબિરના સંચાલક અને ધરતી પરિવાર, મહેસાણાના પૂર્વ પ્રમુખશ્રી પી.જે.પટેલે ગૃહિણી તાલીમ શિબિરના દસ દિવસના કાર્યક્રમની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, મહિલાઓને આ તાલીમ દ્વારા જીવન જીવવાનું ભાથું મળી રહેશે. મહિલાઓ જાગૃત બનશે અને સમાજમાં જાગૃત્તિ લાવવાનું કામ કરશે. મહિલાઓ સમાજમાં કુરિવાજો દુર કરવામાં અને સામાજીક સુધારાઓમાં સહભાગી બનશે. બહેનોને સ્વમાનભેર જીવવાની તાલીમ મળશે તેમ જણાવી તાલીમ શિબીરનું મહત્વ સમજાવ્યું હતું. 
ગૃહિણી તાલીમ શિબિરમાં પારિવારિક સબંધોમાં બહેનોનું યોગદાન, મનની શક્તિ, આત્મવિશ્વાસ વધારવા શું કરવું?, બહેનોને આર્થિક સક્ષમ બનાવવા તથા તેમના માટેની સરકારી યોજનાઓ, સ્વ ને ઓળખીએ, ભાગેડુ લગ્નો, સમાજ ઉપર અસર અને ઉપાયો, વકૃત્વ કલા વિકસાવો, મૂલ્યવર્ધિક બનાવટો, બ્યુટી પાર્લર, કેશગુંથન અને મહેંદી, સ્ત્રી સશક્તિકરણ, સબંધોમાં સુખ, હેલ્થ અવરનેશ, આર્થિક ઉપાર્જન અને બહેનો, નારીની ગઇકાલ, આજ અને આવતી કાલ, ભૂસાતા જતા આપણા સંસ્કારો, ગ્રાહક સુરક્ષા અને બહેનો, કુરિવાજોની ઓળખ, દુર કરવાના ઉપાયો, જીવનને સુવાસિત બનાવીએ, સાથે મળીને સમાજને બદલીએ, યાદશક્તિનો જાદુ, સ્ત્રી રોગ અને તરૂણાવસ્થાની સમસ્યાઓ, ચશ્મા બદલીએ, ઘરેલુ હિંસા અને કાયદાકીય માર્ગદર્શન, આદર્શ પરિવાર માટે સારી આદતો, બાળ ઉછેર, બાળ રોગો, બાળકની સંભાળ, પશુપાલન અને બહેનો, શાકભાજી, ફળ પરિક્ષણ જેવા વિષયોનું તાલીમાર્થી બહેનોને માર્ગદર્શન આપવામાં આવશે. 
સ્વાગત પ્રવચન ધરતી પરિવાર, મહેસાણાના પ્રમુખ અને અર્બન બેંકના વાઇસ ચેરમેનશ્રી કે.કે.પટેલે ગૃહિણી તાલીમ શિબિરના ઉદે્શો જણાવી શિબિરનો ચિતાર રજુ કર્યો હતો. અતિથિવિશેષશ્રી સોમાભાઇ જે.પટેલ (દાસજ)એ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. પ્રગતિ મંડળ (જનરલ)ના પ્રમુખશ્રી પ્રભુદાસ પટેલે મંડળની કામગીરીનો અહેવાલ રજુ કર્યો હતો. મંત્રીશ્રી મફતભાઇ પટેલે આભારવિધિ કરી હતી. 
ગૃહિણી તાલીમ શિબિરનું સંચાલન શ્રી પી.જે.પટેલ, શ્રી કેશુભાઇ એમ.પટેલ, શ્રી રામભાઇ કે.પટેલ કરશે. ગૃહ માતા તરીકે જયોત્સનાબેન પટેલ (કાંસા), ઉષાબેન પટેલ (સેવાલીયા) અને સુશીલાબેન પટેલ (શીહી) ફરજ બજાવશે.
આ પ્રસંગે ધરતી પરિવારના ઉપપ્રમુખશ્રી છગનભાઇ પટેલ, શ્રી અંબાલાલ પટેલ, પરિવાર ટ્રસ્ટના હોદે્દારો, મહિલા મંડળના કન્વીનર ચંપાબેન પટેલ(રણછોડપુરા), સહકન્વીનર જયોત્સનાબેન પટેલ(કાંસા), કાન્તાબેન પટેલ(શીહી), મહિલા કારોબારી સભ્યો, પ્રગતિ મંડળ (જનરલ)ના હોદે્દારો, કારોબારી સભ્યો, વાલીઓ ઉપસ્થિત રહયા હતા. 
આ કાર્યક્રમને સફળ બનાવવા ધરતી પરિવારના મંત્રીશ્રી કેશુભાઇ પટેલ, પ્રગતિ મંડળ (જનરલ)ના પ્રમુખશ્રી પ્રભુદાસ પટેલ, મંત્રીશ્રી મફતભાઇ પટેલ, સોમાભાઇ પટેલ (રાજકમલ બેટરી), ચેલાભાઇ પટેલ (બોકરવાડા), મૌનિકભાઇ પટેલ (ટુંડાવ), સુરેશભાઇ પટેલ (ઉનાવા), જયેશભાઇ પટેલ (ઉનાવા), હરીભાઇ પટેલ (શીહી) તેમજ કારોબારી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. 

Tags :