ભાભરમાં એક ઈસમને જીપડાલુ ચડાવી મારી નાખવાની કોશિશ

ભાભર તાલુકાના મીઠા ગામના ચાર રસ્તા પાસે ગઈકાલે મીઠા ગામના એક ઈસમ ઉપર દિયોદર તાલુકાના શેષણ ગામના બે આરોપીઓએ જીપડલાથી ટક્કર મારવાની કોશિશ કરી અને લાકડીથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતો બનાવ બનતા ચકચાર મચી છે. આ ઘટના હાઇવે ઉપરની હોટલમાં સીસી ટીવી કેમેરામાં કેદ થતા પોલીસે આરોપીઓ સામે કલમ ૩૦૭ અને મારી નાખવાની ધમકી આપતો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
 
ભાભર તાલુકાના મીઠા ગામના ફરિયાદી  ભીખુખાન આલમખાન બલોચની ફરિયાદ હકીકત એવી છે કે, આરોપીઓને અગાઉ તેમના ઘર આગળથી ગાડી ધીમે ચલાવવાનું કહેતા હોવાની અદાવત રાખીને ગઈકાલે બપોરે આરોપી ઉમેદખાન મીરખાન બલોચ અને સોરાબખાન લાલખાન બલોચ બંને રહે શેષણ, તાલુકો દિયોદર વાળાઓ પોતાની જીપડાલુ નંબર જીજે.જે ૦૨ ઝેડ ૫૪૯૪ લઈને આવેલ જ્યારે ફરિયાદી મીઠા ચોકડી પાસે પોતાનુ બાઈક લઈને જતો હતો. ત્યારે આરોપીઓએ સહારા હોટલ પાસે પીક અપ જીપ દ્વારા બાઈકને ટક્કર મારવાની કોશિશ કરેલ પરંતુ બાઇકને રોડની સાઈડમાં ઉતારી દેવામાં આવતા બચી ગયો હતો. બાદમાં આરોપીઓએ ફરિયાદીને લાકડી વડે માર મારેલ તેમજ આરોપીઓએ હોટલ પાસે દરિયાખાન અહમદખાન બલોચ ઉપર પણ જીપડાલુ ચડાવવાની કોશિશ કરેલ. હાઇવે ઉપર આ ઘટના બનતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્‌યા હતા. આરોપીઓએ જતા જતા જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટનાની જાણ ભાભર પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે તાબડતોબ દોડી જઈને ઘટનાસ્થળની બાજુમાં હોટલના સીસીટીવી કેમેરા તપાસ કરતાં હુમલાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયેલા જોવા મળેલ હતા. ભાભર પોલીસે બે આરોપીઓ ઉમેદખાન બલોચ અને સોરાબખાન બલોચ બંને રહે શેષણ, તાલુકો દિયોદર સામે મારી નાખવાની કોશિશ, જાહેરનામાનો ભંગ અને માર માર્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.