બનાસકાંઠામાં શાંતિપૂર્ણ માહોલમા ત્રણ ગ્રામ પંચાયતોની ચૂંટણી સંપન્ન

પાલનપુર : સરહદી બનાસકાંઠા જિલ્લામાં રવીવારના રોજ ત્રણ ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્યો માટે તેમજ એક ગ્રામ પંચાયતમા વોર્ડ સભ્યની ચૂંટણી માટે મતદાન હાથ ધરાયુ હતું. ત્યારે ગ્રામીણ મતદારોએ પણ ઉત્સાહભેર મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી બન્યા હતા. 
પાલનપુર તાલુકાની છાપરા અને ધાનેરા તાલુકાની માલોત્રા અને મોટામેંડા ગ્રામ પંચાયતમાં સરપંચ તેમજ સભ્યોની પાંચ વર્ષની મુદત પૂર્ણ થતા આ ત્રણ ગ્રામ પંચાયતની રવીવાર ના રોજ સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. જયારે વડગામ તાલુકાના સકલાણા ગ્રામ પંચાયતમાં ખાલી પડેલ વોર્ડ નં ૫ ની પેટા ચૂંટણી માટે મતદાન યોજાયુ હતું. 
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દરેક બુથ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જ્યાં વહેલી સવારથી જ મતદારો મતદાન માટે ઉત્સુક બન્યા હતા. મતદાન મથકો પર લાંબી લાઈનો લાગી હતી. મતદારોએ ગામના વિકાસ ને લઈને પસંદગીના ઉમેદવારો પર મહોર મારવા ઉત્સાહી જણાયા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.