02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / કાશ! સુરક્ષિત બચી ગયેલી આ બાળકીના ટી-શર્ટ પર છપાયેલી ચેતવણી તેઓએ વાંચી હોત, તો બચી જાત આખો પરિવાર

કાશ! સુરક્ષિત બચી ગયેલી આ બાળકીના ટી-શર્ટ પર છપાયેલી ચેતવણી તેઓએ વાંચી હોત, તો બચી જાત આખો પરિવાર   04/09/2018

જયપુર-આગ્રા હાઈવે પર રવિવાર સવારે 11 વાગ્યે ભયાનક દુર્ઘટના સર્જાઈ. આખલાને બચાવવાના પ્રયાસમાં સ્પીડમાં આવતી કાર ડિવાઇડર કૂદી રોંગ સાઇડમાં જઈને ટ્રક-ટ્રોલી સાથે ટકરાઈ ગઈ. દુર્ઘટનામાં એક જ પરિવારના ચાર લોકો અને ત્રણ પેઢીઓ ખતમ થઈ ગઈ. મૃતકોમાં વેપારી 55 વર્ષીય ભગવાન સહાય અગ્રવાલ, તેમની પત્ની ચંદ્રકલા (50), દીકરો દીપક (30) અને દીપકનો દીકરો લક્ષ્ય (10) સામેલ છે. દીપકની 5 વર્ષીય દીકરી દિવ્યા ગંભીર રીતે ઘાયલ થઈ, જેનો જયપુરની એસએમએસ હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે. દિવ્યાએ જે ટી-શર્ટ પહેર્યું હતું તેના પર લખ્યું છે, 'Speed Limited'. કાશ આ ચેતવણીને વાંચીને ડ્રાઇવરે ગંભીરતાથી લીધી હોત તો આખો પરિવાર આજે બચી ગયો હોત.
 
દીપકની પત્ની ઘરે જ હતી, એટલા માટે બચી ગઈ. આ પરિવારનું મૂળ વતન મહવાની પાસેના બાલાહેડી ગામ છે પરંતુ હાલમાં તેઓ મહવામાં રહી રહ્યા હતા. તમામ લોકો પોતાની ડિઝાયર કારમાં ભગવાન સહાયના મોટા ભાઈને ચારધામ યાત્રા માટે રવાના કરવા મહવાથી સિકરાવ જઈ રહ્યા હતા. અકસ્માત થતાં જ આસપાસના લોકોએ પોલીસને જાણ કરી. પોલીસે ગામ લોકોની મદદથી તમામ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા. ડોક્ટરોએ ભગવાન સહાય, ચંદ્રકલા, દીપક અને લક્ષ્યને મૃત જાહેર કર્યા, જ્યારે દિવ્યાને ગંભીર સ્થિતિમાં જયપુર રિફર કરવામાં આવી. દુર્ઘટના બાદ બાલાહેડી ગામ શોકમાં ડૂબી ગયો. રવિવારે તે વિસ્તારના બજારો પણ બંધ રહ્યા.
 
પ્રત્યક્ષદર્શીઓ મુજબ કાર જયપુરથી આગ્રા તરફ જઈ રહી હતી. આંતરહેડા ગામની પાસે ડિવાઇડરથી અચાનક આખલો બહાર આવ્યો અને કાર સામે આવી ગયો. તેને બચાવવાના પ્રયાસમાં કાર ડિવાઇડર કૂદી રોંગ સાઇડમાં જતી રહી અને જયપુર તરફથી આવી રહેલા ટ્રક-ટ્રોલી સાથે ટકરાઈ ગઈ. કાર ખરાબ રીતે ટ્રોલીની કેબિન અને બોડીની વચ્ચે ફસાઈ ગઈ. તેના કારણે કાર લગભગ 30 ફુટ સુધી ઘસડાઈ.

Tags :